- અગાઉ નોંધાઈ ચૂક્યા છે જાતીય સતામણીના કેસ
- નોડલ ઓફિસર તરીકે ડેપ્યુટી કમિશનરને જવાબદારી
- પ્રિ-સાઇડિંગ ઓફિસર તરીકે કામીની દોશીને જવાબદારી
સુરતમાં મનપામાં જાતીય સતામણી રોકવા સમિતિ. પાલિકામાં જાતીય સતામણી રોકવા સમિતિ બનાવી ઈમેલ જાહેર કરાયો. ficc@suratmunicipal.org પર સીધી ફરિયાદ કરી શકાશે.પાલિકામાં 24 હજાર કર્મચારીઓમાં 9 હજારથી વધુ મહિલાઓ છે. અગાઉ કેસ પણ નોંધાઈ ચુક્યા છે જેમાં કેટલાંક કોર્ટ સુધી ગયાં છે. અગાઉ નોંધાઈ ચૂક્યા છે જાતીય સતામણીના કેસ. નોડલ ઓફિસર તરીકે ડેપ્યુટી કમિશનરને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિ-સાઇડિંગ ઓફિસર તરીકે કામીની દોશીને જવાબદારી અપાઇ. સમિતિમાં નોડલ ઓફિસર તરીકે ડેપ્યુટી કમિશનર મીના ગજ્જર અને એક્ઝિક્યુટિવ ઇજનેર કામીની દોશીને પ્રિ-સાઇડિંગ ઓફિસરની જવાબદારી સોંપાઈ.
સુરત પાલિકામાં જાતીય સતામણી રોકવા સમિતિનું ગઠન કરવામાં આવ્યુ
આપણે ત્યાં મહિલાઓની દરેક ક્ષેત્રે સરખી ભાગીદીરી થઇ રહી છે. હવે મહિલાઓ ઘરની સાથે ઓફીસ સંભાળી રહી છે ત્યારે સુરત પાલિકામાં જાતીય સતામણી રોકવા સમિતિનું ગઠન કરવામાં આવ્યુ છે. પાલિકાની અંદર 24 હજારમાંથી 9 હજારથી વધુ મહિલા કર્મચારીઓ હોવાથી તેમની સુરક્ષા ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ એક ઇ-મેલની જાહેરાત કરવામાં આવી છે જેના પર મહિલા કર્મચારીઓ ઇ-મેલ દ્વારા ફરિયાદ કરશે. આ પહેલા મનપામાં કેટલીક વખત જાતીય સતામણીના કેસ સામે આવ્યા હતા તો કેટલાક કેસ કોર્ટ સુધી પહોંચ્યા છે. આવા કેસનું તાત્કાલીક નિરાકરણ આવે અને મહિલા કર્મચારીઓ શાંતિ પૂર્વક કાર્ય સ્થળે કામ કરે તે હેતુથી આ સમિતિ રચવામાં આવી છે.


