સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લાડવી ગામની સીમમાં વલથાણથી સુરત તરફ જતા કેનાલ રોડ પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સ્વીફ્ટ કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની સાઇડમાં ઉતરી ગઈ હતી અને ધડાકાભેર વીજપોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ પૈકી એક મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
કાર રોડની સાઈડમાં ઉતરી વીજપોલ સાથે ભટકાઈ
જ્યારે કારચાલક સહિત અન્ય એક વ્યક્તિને ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં કામરેજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


