- અડાજણ પોલીસના મહિલા PI બિજુર ભટ્ટને મળ્યા વૃદ્ધ
- ઘરમાંથી કાઢી મુકેલા વૃદ્ધની વહારે આવ્યા મહિલા PI
- વૃદ્ધને શેલ્ટર હોમ મોકલવા પોલીસે કર્યો NOGનો સંપર્ક
સુરત પોલીસની માનવતાનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. અડાજણ પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ બિજુર ભટ્ટને મળવા માટે એક વૃદ્ધ પોલીસ સ્ટેશને આવ્યા હતા. વૃદ્ધને તેમના પરિવાર દ્વારા તરછોડી દેવામાં આવ્યા હતા અને તેઓ અડાજણ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા.
તરછોડાયેલા અને દયનીય સ્થિતિમાં રહી રહેલા વૃદ્ધને જોઈને અડાજણ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તુરંત તેમની મદદે આવ્યા. અડાજણ પોલીસના મહિલા પીઆઈ બીજુર ભટ્ટ દ્વારા વૃદ્ધને મદદ કરવા માટે તુરંત એક NGO ચાલતા તરુણ મિશ્રાનો સંપર્ક કર્યો હતો. તરુણ મિશ્રા વૃદ્ધ અને વિકલાંગો માટે શેલ્ટર હોમ ચલાવે છે. 1000 વૃદ્ધ અને વિકલાંગો માટે તરુણ મિશ્રા અનોખો સેવાયજ્ઞ કરી રહ્યા છે.

એક વૃદ્ધની મદદ કરવામાં આજે સુરત પોલીસ, સમાજ સેવક અને શેલ્ટર હોમ ચલાવનારા તરુણ મિશ્રાની સેવાની સરવાણી જોવા મળી. તરુણ મિશ્રાએ દીન-દુખિયારાઓની સેવાને જ પોતાની જિંદગી બનાવી લીધી છે. વૃદ્ધો અને નિરાધારોની જિંદગીમાં તરુણ રંગો પૂર્યા કરે છે. અડાજણ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચેલ વૃદ્ધની મદદ કરવા અને તેમને શેલ્ટર હોમ મોકલવા માટે પોલીસે તરુણનો સંપર્ક કર્યો. આમ વૃદ્ધની મદદ કરવા અને શેલ્ટર હોમમાં તેમને આશરો આપવામાં અડાજણ પોલીસ, સમાજ સેવક ધર્મેશ ગામી અને તરુણ મિશ્રા સેતુ બન્યા હતા. ઘરમાંથી કાઢી મુકાયેલા અને પરિવાર દ્વારા તરછોડી દેવામાં આવેલ વૃદ્ધ હાલ શેલ્ટર હોમમાં શાંતિનું જીવન વિતાવી રહ્યા છે.


