સુરતમાં અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવા યુવાનોની ઝુંબેશ છે અને મેયર-પોલીસ કમિશનરને યુવાનોની રજૂઆત છે. દૂષણોને કેમેરામાં કેદ કરીને વિસ્તારના જાગૃત યુવાનોએ આ અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે એક મોટી ઝુંબેશ ઉપાડી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ યુવા પેઢીના ભવિષ્ય પર ગંભીર સવાલો ઉભા થયા છે, યુવાનો દ્વારા મેયર-પોલીસ કમિશનર સુધી રજૂઆત.
સુરત શહેરમાં ગાંજો વેચાતો વીડિયો વાયરલ !
સુરતના સરથાણા વિસ્તારમાં એક નાગરિકે વીડિયો વાયરલ કર્યો છે જેમાં વેસ્ટસાઈડ મોલની સામેના ભાગે એક છોકરો ખાટલામાં સૂતો સૂતો ગાંજો વેચી રહ્યો છે તેવો વીડિયો વાયરલ થયો છે, ગાંજો વેચાતો હોવાનો વીડિયો પુરાવા તરીકે મૂકવામાં આવ્યો છે, તો આ સમગ્ર કેસમાં સરથાણા પોલીસે હજી કોઈ ગુનો નોંધ્યો નથી, પોલીસ આ જગ્યાનું ચેકિંગ કરે અને લાગે તો પુરાવા સાથે ગુનો નોંધે તે જરૂરી છે, લોકો ખુલ્લેઆમ જુગાર પણ રમી રહ્યાં છે.
વીડિયો બનાવનાર યુવકે ઉચ્ચ અધિકારી તેમજ મેયરને આવેદનપત્ર આપ્યું
બ્રિજ નીચે ચાલતા આ તમામ ગેરકાયદેસર વેપલાઓ અને દૂષણોને બંધ કરાવવા માટે યુવાનોએ સત્તાવાળાઓ સમક્ષ અવાજ ઉઠાવ્યો છે. યુવા જાગૃત નાગરિકોના એક જૂથે સુરતના મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને રૂબરૂ મળીને આવેદનપત્ર સુપરત કર્યું હતું.


