સુરતના સચિન GIDCમાં 23 વર્ષીય યુવકની હત્યાથી ચકચાર મચ્યો છે, પ્રેમિકાની છેડતી બાબતે પ્રેમીએ ઠપકો આપતા હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, આરોપીઓ પ્રેમિકાને ઇશારા કરતા પ્રેમી સમજાવા ગયો હતો અને તેમાં બબાલ વધી હતી અને પ્રેમીએ અને અન્ય એક વ્યકિતએ હત્યા કરી હોવાની વાત સામે આવી છે.
આરોપીઓએ પ્રેમી સાથે બોલાચાલી કરી ચપ્પુના ઘા ઝીંક્યા
સુરતના જીઆઈડીસી વિસ્તારમાં હત્યાની ઘટના બની છે જેમાં આરોપીઓએ પ્રેમીની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી છે અને પોલીસે હત્યા કરનાર બે આરોપીઓની ધરપકડ કરી છે, સામાન્ય બાબાતમાં બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ હતા થતા પોલીસ પણ દોડી હતી, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
સુરત શહેરના સચિન GIDCમાં 23 વર્ષીય યુવકની હત્યા
પ્રેમિકાની છેડતી બાબતે પ્રેમીએ ઠપકો આપતા આરોપીઓએ કરી હત્યા, પ્રેમી ગગન ગૌરવ પ્રેમિકા સાથે પાલનપુર પાર્કમાં ફરવા ગયો હતો અને પ્રેમી પ્રેમિકા એકબીજા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે પ્રેમિકાએ આરોપીઓને શું કામ જુઓ છો કહીને બોલાચાલી કરી હતી અને મૃતક પ્રેમીએ પણ આરોપીઓને બે લાફા મારી દીધા હતા તો આરોપીઓએ અદાવત રાખીને ચપ્પુના ઘા ઝીંકી પ્રેમી યુવકની હત્યા કરી હતી, પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓની અટકાયત કરી છે.


