સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણી અને સ્થાનિકો દ્વારા મહાનગર પાલિકાના કમિશ્રનરને પત્ર લખવામાં આવ્યો હતો. વરાછા વિસ્તારના બ્રિજ નીચે થતી ગંદકી અને ગેર કાયદેસર પ્રવૃત્તિ થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ પત્ર લખાયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને વરાછામાં બ્રિજ નીચે ગેરકાયદે વસવાટ કરતા લોકોને હટાવાયા હતાં.
મહાનગર પાલિકાના કમિશ્નરને પત્ર લખવામાં આવ્યો હતો
સુરત મહાનગર પાલિકા દ્વારા વરાછામાં બ્રિજ નીચે ગેરકાયદે વસવાટ કરતા લોકોને હટાવાયા હતાં. આ ઉપરાંત બ્રિજ નીચેથી ગંદકી પણ દૂર કરવામાં આવી હતી. તાજેતરમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અને સ્થાનિકો દ્વારા મહાનગર પાલિકાના કમિશ્નરને પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં વરાછા વિસ્તારના બ્રિજ નીચે થતી ગેરકાયદે પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ કરાયો હતો. બ્રિજ નીચે વસવાટ કરતા લોકો દારૂ પીને જ્યાં ત્યાં પડ્યા રહેતા હોવાનું અને ગાંજાનું વેચાણ કરતા હોવાના વીડિયો પણ સામે આવ્યા હતા.
જાગૃત યુવાનો દ્વારા એક અભિયાન ચલાવાયું હતું
આ મુદ્દે વરાછા વિસ્તારના જાગૃત યુવાનો દ્વારા એક અભિયાન ચલાવાયું હતું. જેને ધારાસભ્ય કુમાર કાનાણીએ સમર્થન આપીને સમગ્ર બાબતે મનપા કમિશ્નરને પત્ર લખ્યો હતો. આ પત્ર બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને કડક કાર્યવાહી કરી હતી. બ્રિજ નીચે ગેરકાયદે રહેતા લોકોને ત્યાંથી હટાવાયા હતાં અને ત્યાં થયેલી ગંદકીને દૂર કરવામાં આવી હતી.


