- આરોપી મૌલાના સોહેલ અબુબકરનાં કનેક્શનમાં હતા
- 7 યુવકોને સુરત છોડી બહાર ન જવા તાકીદ કરવામાં આવી
- કોમી વૈમનસ્ય ફેલાવવાની સોહેલની પ્રવૃત્તિ અંગે તપાસ શરૂ
સુરતમાં હિન્દુ નેતાની હત્યાના ષડયંત્રને લઈ તપાસ તેજ થઇ છે. જેમાં પોલીસે સુરત જિલ્લાનાં સાત યુવકોની પૂછપરછ કરી છે. આરોપી મૌલાના સોહેલ અબુબકરના કનેક્શનમાં હતા. તેમાં કોમી વૈમનસ્ય ફેલાવવાની સોહેલની પ્રવૃત્તિ અંગે તપાસ થઇ રહી છે. જેમાં બારડોલી, સાયણ, કીમ, કોસંબાના યુવકની પૂછપરછ થઇ રહી છે.
પૂછપરછ બાદ સાત યુવકોને મુક્ત કરાયા
પૂછપરછ બાદ સાત યુવકોને મુક્ત કરાયા છે. 7 યુવકોને સુરત છોડી બહાર ન જવા તાકીદ કરવામાં આવી છે. સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાની સોપારી મામલે સુરત જિલ્લાનાં સાત યુવકોની પણ પૂછપરછ કરાઈ હતી. જેમાં સાત યુવકોની મૌલાનાની ગુનાઈત પ્રવૃતિમાં સીધી સંડોવણી નીકળી નહીં તેથી તેમને જવા દેવાયા છે. આ મામલે અત્યાર સુધીમાં કુલ ત્રણની ધરપકડ કરવામાં આવી છે. તેમાં સુરતના મૌલાના સુહેલ, બિહારનો મોહમદ અલી ઉર્ફે શહેનાઝ અને મહારાષ્ટ્રના નાંદેડના શકીલ રઝા હાલ રિમાન્ડ પર છે.
અગાઉ બિહારના શહેનાઝની પૂછપરછમાં મહારાષ્ટ્રના તાર ખુલ્યા હતા
સુરતમાં હિન્દુ નેતાની હત્યાના ષડયંત્રમાં અગાઉ બિહારના શહેનાઝની પૂછપરછમાં મહારાષ્ટ્રના તાર ખુલ્યા હતા. તેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી આરોપી રઝાને ઝડપ્યો હતો. મૌલાનાની જેમ રઝાને હિંદુવાદી નેતાઓ વિરુદ્ધ ઉશ્કેરતો હતો. તેમાં કટ્ટર માનસિકતા ધરાવતા લોકોને રડારમાં લઈ સંપર્ક કરતો હતો. આરોપી હિંદુ નેતાઓ વિરુદ્ધ ઝેર ઓકી ગેંગમાં સામેલ કરતો હતો. જેમાં આરોપી શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝાની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં મૌલાના સુહેલ, મોહમદ અલી, શકીલ સત્તાર શેખની ધરપકડ કરાઇ છે.
કટ્ટર માનસિકતા ધરાવતા લોકોને રડારમાં લઈ તેઓ સાથે સોશિયલ મીડિયાથી સંપર્ક કરતો
સુરતમાં હિન્દુ નેતાઓની સોપારી પ્રકરણમાં બિહારના શહેનાઝની પૂછપરછમાં મહારાષ્ટ્રની લિંક મળી હતી. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રથી એક આરોપીને પકડ્યો હતો. જેમાં મહારાષ્ટ્રના નાદેડના રઝા નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. બિહારનો મૌલવી સુરતના મૌલાનાની માફક નાંદેડના રઝાને પણ હિંદુવાદી નેતાઓ વિરુદ્ધ ઉશ્કેરતો હતો. કટ્ટર માનસિકતા ધરાવતા લોકોને રડારમાં લઈ તેઓ સાથે સોશિયલ મીડિયાથી સંપર્ક કરતો હતો.


