- સુરતમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત
- પુણા વિસ્તારમાં વિરોધ સાથે જન આંદોલનની ચિમકી
- પુણાની સોસાયટી બહાર સ્માર્ટ મીટરના વિરોધમાં બેનર લાગ્યા
ગુજરાતમાં અનેક જગ્યાએ સ્થાનિકો સ્માર્ટ મીટરને લઈ વિરોધ કરી રહ્યાં છે,આ વિરોધ ઠરવાનું નામ નથી લઈ રહ્યો,પુણા વિસ્તારની અનેક સોસાયટીઓના સ્થાનિકો સ્માર્ટ મીટરને લઈ વિરોધ કરી રહ્યાં છે,તો સોસાયટીઓમાં બેઠકનો દોર શરૂ થયો છે,પુણા વિસ્તારની સોસાયટીઓમાં સ્માર્ટ મીટરના વિરોધના બેનરો પણ લગાવવામાં આવ્યા છે.બોયકોટ સ્માર્ટ મીટરના સ્થાનિકોએ લગાવ્યા સૂત્રોચ્ચાર.
વડોદરામાં પણ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે
સ્માર્ટ વીજ મીટરનો વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સ્માર્ટ મીટરના બદલે જુના વીજ મીટરની માગ સાથે લોકોનું ટોળુ અલકાપુરી વીજ કચેરીની ઓફિસમાં ઘૂસી ગયું હતું પરિણામે પોલીસની એન્ટ્રીએ મામલો થાળે પાડવા સઘન પ્રયાસો કર્યા હતા. આમ છતાં પણ ટોળુ ટસનું મસ થવાનું નામ લેતું ન હતું. શહેરના કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર દ્વારા સ્થાનિક ગ્રાહકને કોઈપણ જાતની સમજ આપ્યા વિના નાખવામાં આવ્યા છે.
કોઈ જાતની સૂચના કે સમજ વીજ મીટર બેસાડવા આવનાર દ્વારા આપવામાં આવતી નથી
જ્યારે બીજી બાજુ સ્માર્ટ વીજ મીટરમાં રિચાર્જ બાબતે પણ કોઈ જાતની સૂચના કે સમજ વીજ મીટર બેસાડવા આવનાર દ્વારા આપવામાં આવતી નથી. સ્માર્ટ વીજ મીટરમાં રિચાર્જ માટે એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અત્યંત જરૂરી છે પરંતુ જેમની પાસે આવો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ના હોય તેવા વીજ કનેક્શન ધારકને રિચાર્જ બાબતે ભારે તકલીફ પડે છે જો કે નિયત સમયે રિચાર્જ નહીં કરાવાતા વીજ ધારક ગ્રાહકનું કનેક્શન તાત્કાલિક ધોરણે કપાઈ જાય છે. જ્યારે બીજી બાજુ અગાઉના જુના મીટરોમાં પોસ્ટ પેઈડ વીજ બીલ ભરવાની સિસ્ટમ હતી. જેમાં મુદત વીતવા છતાં પણ વીજ નિગમ દ્વારા ચોક્કસ મુદત આપવામાં આવતી હતી.
સ્માર્ટ વીજ મીટરમાં ત્રણથી ચાર ગણું વીજ બીલ આવતું
દરમિયાન સ્માર્ટ વીજ મીટરમાં ત્રણથી ચાર ગણું વીજ બીલ આવતું હોવાનો સ્માર્ટ વીજ મીટર ધારકોને અહેસાસ થવા માંડ્યો હતો નિયત વીજ બિલમાં વપરાતી વીજળી ગણતરીના દિવસોમાં વપરાઈ જતા વીજ કનેક્શન કપાઈ જાવાનો અહેસાસ સ્થાનિક વીજ ગ્રાહકોને થવા માંડ્યો હતો. પરિણામે સ્માર્ટ વીજ મીટર ધારકોએ આ બાબતે વિરોધ કરવાનું શરૂ કરીને વીજ કચેરીએ ટોળા રૂપે જઈ રજૂઆત કરવા માંડી હતી.


