સુરત શહેરમાં વ્યાજખોરોના ત્રાસની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તાજેતરમાં અમરોલી વિસ્તારમાં રહેતા અને સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિનોદ જાવડે નામના યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિવારજનોના આક્ષેપ મુજબ, વિનોદ જાવડેએ કેટલાક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા, જે બાદ આ વ્યાજખોરો તેને સતત ફોન કરીને ધમકાવતા અને માનસિક ત્રાસ આપતા હતા.
સુરતમાં વ્યાજખોરીનો ભરડો
વ્યાજખોરોના આ અસહ્ય ત્રાસથી કંટાળીને વિનોદે આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. મૃતકના પરિવારે માગણી કરી છે કે, વ્યાજખોરોને તાત્કાલિક પકડી પાડવામાં આવે અને તેમની વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આ મામલે અમરોલી પોલીસે જરૂરી ગુનો નોંધીને, વ્યાજખોરોને ઝડપી પાડવા અને સમગ્ર કેસની વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Surat News : ગોડાદરા મીડા સ્કવેર પર લોહીયાળ ઘટના, પૈસાની લેતીદેતીમાં મિત્રો જ બન્યા કિલર, બે લોકોની અટકાયત


