- રોકડ, મોબાઈલ અને બાઈક સહિત રૂપિયા 6,19,510નો મુદ્દામાલ જપ્ત કરાયો
- પોલીસે દસાડાના માંડલ રોડ, જીવણગઢ, સુરેન્દ્રનગરના પરમાર બંગલા પાસે, મૂળચંદ રોડ, સરકિટ હાઉસ પાસે દરોડા કર્યા
- જુગારીયાઓએ પણ શ્રાવણ માસની સાથે જ જુગાર રમવાની શરૂઆત કરી છે
સુરેન્દ્રનગર જિલ્લામાં જુગારીયાઓએ પણ શ્રાવણ માસની સાથે જ જુગાર રમવાની શરૂઆત કરી છે. જિલ્લાના દસાડા તાલુકાના માંડલ રોડ, આદરીયાણા-પાડીવાડા રોડ, જીવણગઢ, સુરેન્દ્રનગરના પરમાર બંગલા પાસે, મુળચંદ રોડ, સરકીટ હાઉસ પાસે જુગારના દરોડા કર્યા હતા. જેમાં રોકડ, મોબાઈલ, બાઈક સહિત રૂપીયા 6,19,510નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી દસાડા તાલુકામાં પેટ્રોલીંગ કરી રહેલ ટીમને આદરીયાણા અને પાડીવાડા વચ્ચે ખરાબાની જગ્યામાં પાટ-પાસાના જુગારની બાતમી મળી હતી. આથી પોલીસે રેડ કરતા પ્રતીકસીંહ રઘુભા ઝાલા, જતીન રણછોડભાઈ પાનવેચા, વિરશી ચતુરભાઈ સુરેલા, અમરશી ઉર્ફે ભમો કાનજીભાઈ ફતેપરા અને ચેતન ભગુજી ઠાકોર રોકડા રૂપીયા 13,300 અને 8 બાઈક સહિત રૂપીયા 2,78,300ની મત્તા સાથે પકડાયા હતા. આ દરોડામાં લાલભા કનુભા ઝાલા, રવીરાજસીંહ કીશોરસીંહ ઝાલા, નીલેશ રામસંગભાઈ ઠાકોર અને 7 બાઈકના ચાલક ફરાર થઈ ગયા હતા. જયારે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકની ટીમને પરમાર બંગલા પાસે રહેણાક મકાનમાં જુગારની બાતમી મળતાં ટીમે દરોડો કર્યો હતો. જેમાં બેચર ઉર્ફે જીગો ચંદુભાઈ એનવાડીયા, વિપુલ છનાભાઈ સરૈયા, ધરમશી અમજીભાઈ નંદાસીયા, રણછોડ નાગજીભાઈ કાટોડીયા, અમીન સલીમભાઈ પઠાણ, કમલેશ બળદેવભાઈ રાઠોડ અને રાજેશ ભરતભાઈ દેત્રોજા રોકડા રૂ.1,08,500, સહિત રૂ.2,78,500ની મત્તા સાથે ઝડપાયા હતા. બીજી તરફ જોરાવરનગર પોલીસની ટીમે રાજકોટ હાઈવે પર આવેલ સરકીટ હાઉસ પાસે પડતર જગ્યામાં રમાતા જુગાર પર રેડ કરી હતી. જેમાં રહીમ મહોમ્મદભાઈ ભટ્ટી, અવેશ સીકંદરભાઈ માણેક, અનીશ રહીમભાઈ મોવર, સલીમ નુરમહમદભાઈ મોવર, રફીક હારૂનભાઈ ભટ્ટી અને મોહસીન કાદભાઈ મોવરને રોકડા રૂ. 2,450 સહિત કુલ રૂ. 37,450ની મત્તા સાથે ઝડપાયા હતા. અને ઝીંઝુવાડા પોલીસે આદરીયાણાના સ્મશાન પાસે ઘોડી પાસાનો જુગાર રમતા રવિન્દ્રસીંહ ઉર્ફે લાલભા ગોવુભા ઝાલા અને ગણપત ત્રીભોવનભાઈ વાઘેલાને રોકડા રૂપીયા 10,220 સાથે ઝડપી લીધા છે. આ ઉપરાંત વઢવાણના મુળચંદ રોડ પર એસ.કે.પી. બેરીંગ પાછળ ગંજીપાનાનો જુગાર રમતા અનીલ વસંતભાઈ ચુવાર, દીલીપ ચંદુભાઈ ચુવાર, કમલેશ પપ્પુભાઈ ચુવાર, હસમુખ ચંદુભાઈ ચુવાર, મુકેશ ચમનભાઈ ચુવાર રોકડા રૂ.3130 સાથે ઝડપાયા હતા. જયારે દસાડા તાલુકાના જીવણગઢ ગામે રામજી મંદિર પાસે સ્ટ્રીટલાઈટના અજવાળે રમાતા ચક્કી-ફુદ્દીના જુગાર પર બજાણા પોલીસે રેડ કરી હતી. જેમાં ભરત માનસંગભાઈ કાલરીયા, યશવંત ભીખાભાઈ ડાભી, જેસીંગ ગુગાભાઈ ઝીંઝુવાડીયા અને મેહુલ રણછોડભાઈ કાલરીયા રોકડા રૂપીયા 1210 સાથે પકડાયા હતા. અને દસાડા પોલીસે માંડલ રોડ પર આવેલ ખાન સરોવર પાસે રમાતા જુગાર પર રેડ કરી હતી. જેમાં અખ્તર ગનીભાઈ પરમાર, રવી અશોકભાઈ ઝાલા, યુવરાજ ભવાનભાઈ સોલંકી, બીલાલ રસુલભાઈ ચૌહાણ ગંજીપાનાનો જુગાર રમતા 10,700 સાથે ઝડપાયા હતા. આ દરોડામાં જયેશ કાળુભાઈ સોલંકી ફરાર થઈ ગયો હતો.


