- 1-2-2024ના રોજ લૂકઆઉટ સરકયુલર ઈસ્યુ થયુ હતુ
- 2023માં અમદાવાદના માધવપુરા વિસ્તારમાં પોલીસે સટ્ટાનો પર્દાફાશ કર્યો હતો
- આરોપી પાસપોર્ટ નંબરના આધારે તે દુબઈથી અમૃતસર આવ્યો હોવાની બાતમી મળતા પકડાયો
અમદાવાદના માધવપુરા વિસ્તારમાં વર્ષ 2023માં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો કરીને ઓનલાઈન ક્રીકેટના બેટીંગનો પર્દાફાશ કર્યો હતો. જેમાં એક બાદ એક શખ્સોના નામ ખુલ્યા હતા. ત્યારે આ કેસમાં મુળ સુરેન્દ્રનગરના અને હાલ દુબઈ રહેતા યુવાનનું નામ સામે આવ્યુ હતુ.
આ શખ્સના પાસપોર્ટને આધારે લુકઆઉટ સરકસ્યુલર ઈસ્યુ થયુ હતુ. ત્યારે આ યુવાન પંજાબના અમૃતસર આવતા પોલીસે તેને ઝડપી લીધો છે. ગુજરાત રાજયની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વર્ષ 2023માં અમદાવાદના માધવપુરા વિસ્તારમાં ક્રીકેટના સટ્ટાનો દરોડો કર્યો હતો. જેમાં અગાઉ પકડાયેલ ધવલ સોમાભાઈ પટેલની પુછપરછમાં તેને ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટીંગના સુપર માસ્ટર આઈડી મુળ સુરેન્દ્રનગરની સંગમ સોસાયટીના અને હાલ દુબઈના અલઝાફલીયામાં રહેતા 34 વર્ષીય પાર્થ કમલેશભાઈ દોશીએ આપેલા હોવાનું સામે આવ્યુ હતુ. જયારે ધવલ પટેલે 15 ટકા ભાગથી જીગ્નેશ રમેશભાઈ પટેલે આ આઈડી આપ્યા હોવાનું બહાર આવ્યુ હતુ. ત્યારે પાર્થ કમલેશભાઈ દોશી ઘણા વર્ષોથી દુબઈમાં રહી ઓનલાઈન ક્રીકેટ બેટીંગ સટ્ટા બેટીંગની માસ્ટર આઈડી બનાવી વીવીધ વ્યકતીઓને પુરી પાડતો હોય તથા છેલ્લા એક વર્ષથી ફરાર હોઈ તા. 1-4-2024ના રોજ તેની સામે લુક આઉટ સરકયુલર ઈસ્યુ થયુ હતુ. ત્યારે પાસપોર્ટ નંબરના આધારે તે દુબઈથી પંજાબના અમૃતસર આવ્યો હોવાની બાતમી મળતા એસએમસીની ટીમે અમૃતસર એરપોર્ટ ઓથોરીટીની મદદથી ફરાર પાર્થ કમલેશભાઈ દોશીને ઝડપી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસમાં કુલ 35 આરોપીઓ ઝડપાયા છે અને હજુ વધુ આરોપીઓની તપાસ ચાલુ છે.


