- સુરેન્દ્રનગર પોલીસે રૂ. 57.70 લાખ ફ્રોડ કરનારના ખાતામાં ફરીઝ કર્યા
- વિવિધ સાઈબર ક્રાઇમથી બચવા જિલ્લા પોલીસનું જાગૃતિ અભિયાન
- જિલ્લાના 974 લોકો અલગ-અલગ રીતે સાયબર ક્રાઇમનો ભોગ બન્યા
ઝાલાવાડમાં છેલ્લા પાંચ જ માસમાં 974 લોકો અલગ અલગ રીતે ઓનલાઇન સાયબર ક્રાઇમનો ભોગ બનતા 3.73 કરોડ રૂપિયા ગુમાવ્યા છે ત્યારે સાયબર હેલ્પ લાઇનમાં જાણ કરેલ લોકોની અરજીના આધારે કાર્યવાહી કરી સુરેન્દ્રનગર પોલીસે 57.70 લાખ ફ્રોડ કરનારના ખાતામાં ફરીઝ કર્યા છે ત્યારે તાત્કાલીક આરોપીનું ખાતુ ફરીઝ કરી શકાય એ માટે લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને તુરંત જ 1930 નંબરમાં જાણ કરવા એસ.પી.એ લોકોને અપીલ કરી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર હાલ લોકો ઓનલાઇન પેમેન્ટ અને અનેક લોભામણી જાહેરાતોમાં આવી છેતરપીંડી થતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની જ વાત કરીએ તો જાન્યુઆરી 2024 થી પાંચ જ માસમાં જિલ્લાના 974 લોકો અલગ-અલગ રીતે સાયબર ક્રાઇમનો ભોગ બનતા લોકોએ 3.73 કરોડ રૂપીયા ગુમાવ્યાનું સામે આવ્યુ છે.આ ગંભીર બાબતે સુરેન્દ્રનગર પોલીસે એસ.પી.ગીરીશ પંડયાના માર્ગદર્શન હેઠળ લોકોને સાયબર ક્રાઇમથી જાગૃત થવા માટે 115 વિવિધ જગ્યાએ કાર્યક્રમ કરાયા હતા.એવામાં હાલ એસ.પી.ગીરીશ પંડયાએ જણાવેલ કે કોઇ પણ લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને તુરંત જ પોલીસને 1930 નંબરની હેલ્પલાઇન ઉપર જાણ કરે તો ફ્રોડ કરનારનું ખાતુ ફરીઝ કરી શકાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોએ ગુમાવેલા રૂપિયામાંથી 57.70 લાખ રૂપીયા ફ્રોડકરનારના ખાતામાં ફરીઝ કરી દેવાયા છે જે પરત લાવવા માટે અરજીઓ લઇ કાર્યવાહી કરી પરત મળે એવી કામગીરી પણ પોલીસ કરી રહી છે.જેથી કોઇ પણ રીતે સાયબર ક્રાઇમનો ભોગ બને તો તાત્કાલીક હેલ્પલાઇન ઉપર જાણ કરવા પોલીસે અપીલ કરી છે.
લોક દરબારમાં પણ ભાગ લઇ શકશે
સુરેન્દ્રનગર પોલીસ હેડકવાર્ટર ખાતે આગામી તા. 22મી જુને પોલીસનો લોકદરબાર યોજાવાનો છે ત્યાં પણ સાયબર ક્રાઇમને લગતી અરજીઓ ફરીયાદ કરી શકશે જેની અલગથી અરજી પણ તૈયાર કરી દેવાઇ છે.
પોલીસને તુરંત જાણ કરાય તો ખાતું ફરીઝ કરી શકાય
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગીરીશ પંડયાએ જણાવેલ કે કોઇપણ રીતે સાયબર ક્રાઇમનો ભોગ બન્યા તો તુરંત જ 1930 નંબર જાણ કરી દેવાય તો સામે વાળા ફ્રોડ કરનારાનું બેંક ખાતુ ફી્રઝ કરી શકાય છે. માટે લોકોએ સાયબર ફ્રોડથી બચવુ જોઇએ અને ભોગ બન્યા હોય તો તુરંત પોલીસને હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરાય તો ખાતુ તુરંત ફરીઝ કરી શકાય.
વિવિધ સાઈબર ક્રાઇમનો લોકો ભોગ બને છે
ફેક કોલ, ઓટીપી મારફતે, લોભામણી જાહેરાતોથી, નોકરી ફ્રોડ, પેન્સીલ જોબ, નેકડ વીડિયો કોલ દ્વારા, કસ્ટમર કેર ફ્રોડ સહિતની અલગ-અલગ રીતે સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોવાથી રૂપિયા ગુમાવવાનો વારો આવે છે.
તુરંત જાણ કરવાથી રકમ ફરીઝ કરી શકાય
સાયબર ક્રાઇમનો ભોગ બન્યાના લાંબા સમય બાદ પોેલેસને જાણ કરાય ત્યાં સુધીમાં ફ્રોડ કરેલ શખ્સ રકમ બીજૌવવિધ ખાતામાં ટ્રાન્સફર કરી દેતા હોય છે પરંતુ તુરંત જાણ થાય તો તાત્કાલીક એનું બેંક ખાતુ જ ફરીઝ થઇ જાય એટલે રકમ સલામત રહી જતી હોય છે અને પોલીસ કાર્યવાહી બાદ પરત મળી શકે છે.


