- રાણપુરના 2 સહિત 4 શખ્સો સામે હત્યાની કોશિષની ફરિયાદ નોંધાઈ
- જેમાં ગંભીર હાલતમાં યુવાનને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયો છે
- બનાવની હત્યાની કોશિષની કલમો સાથે ચૂડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે
ચૂડા તાલુકાના જોબાળા ગામે રહેતા યુવાનને અગાઉના પ્રેમ સંબંધ મામલે ચાર શખ્સોએ માર મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપી છરી વડે પડખામાં ઘા કર્યા હતા.જેમાં ગંભીર હાલતમાં યુવાનને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયો છે. બનાવની હત્યાની કોશિષની કલમો સાથે ચૂડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ચૂડા તાલુકાના જોબાળા ગામે રહેતા યુવરાજસીંહ વિક્રમસીંહ સોલંકીને અગાઉ એક છોકરી સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતનું મનદુઃખ રાખીને તા. 20ના રોજ રાત્રે ચાર શખ્સો યુવરાજસીંહના ઘરે ગયા હતા. અને તેમની બહેનને અપશબ્દો કહી યુવરાજસીંહને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની જાણ યુવરાજસીંહના કૌટુંબીક ભાઈ અર્જુનસીંહ અજીતસીંહ સોલંકીને થતા વધુ ઝઘડો ન થાય તે માટે તેઓ યુવરાજસીંહને શોધવા નીકળ્યા હતા. જેમાં ગામમાં યુવરાજસીંહ મળી જતા અર્જુનસીંહ આ બાબતે વાત કરતા હતા ત્યારે જોબાળાના જયપાલ ઉર્ફે જીગો રમેશભાઈ વાઘેલા, રમેશ ઉર્ફે મશીન અલુભાઈ વાઘેલા, રાણપુરનો કીશન વાઘજીભાઈ મકવાણા અને કીશનનો ભાઈ ચારેયે એક સંપ કરી યુવરાજસીંહને માર માર્યો હતો. અને છરી વડે યુવરાજસીંહના પડખાના ભાગે ઈજા કરી હતી. આથી તેઓને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા છે. બનાવની ચૂડા પોલીસ મથકે ચારેય આરોપીઓ સામે હત્યાની કોશિષની ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ એચ.એચ.જાડેજા ચલાવી રહ્યા છે.


