- માતાની ફરિયાદ આધારે પોલીસે તપાસ આદરી સગીરાના મામાને મારી નાંખવાની ધમકી આપી હતી
- આ શખ્સ ફરીવાર સગીરા સાથે બળજબરી કરતો હતો
- સગીરાના નાના જાગી જતા આરોપી ફરાર થઈ ગયો હતો.
ધ્રાંગધ્રામાં પીયર ધરાવતી એક મહિલાના બીજા લગ્ન કરાયા હતા. જેમાં તેની 14 વર્ષની પુત્રી હાલ મહિલાના પિતાના ઘરે રહેતી હતી. ત્યારે ગામના એક શખ્સે તેની સાથે 7 માસ પહેલા કારમાં દુષ્કર્મ આચર્યુ હતુ. જયારે તા. 18મી મેના રોજ રાત્રે આ શખ્સ ફરીવાર સગીરા સાથે બળજબરી કરતો હતો. ત્યારે સગીરાના નાના જાગી જતા આરોપી ફરાર થઈ ગયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરા સાથે દુષ્કર્મ અને છેડતીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં મામાને મારી નાંખવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. બનાવની ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકેથી મળતી માહીતી મુજબ શહેરમાં રહેતા એક પરીવારની દિકરીના બીજા લગ્ન કરવામાં આવ્યા હતા. ત્યારે પ્રથમ લગ્ન થકી થયેલ દિકરી તેઓ પિતાના ઘરે મુકીને સાસરે ગયા હતા. જેમાં સાતેક માસ પહેલા 14 વર્ષની આ સગીર પુત્રીને ગામના આસીફ દીલાવરભાઈ જેડાએ સાતેક માસ પહેલા બપોરના સમયે બગીચાના રસ્તે સાઈડમાં કાર ઉભી રાખી તેમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. બાદમાં સગીરા સાથે તે અવારનવાર વાતચીત કરતો હતો. અને શાળાની બહાર પણ સગીરાને મળતો હતો. ગત તા. 18મી મેના રોજ રાત્રે આસીફ જેડા છરી લઈને સગીરાના ઘરમાં ઘુસ્યો હતો. અને છરી બતાવી મામાને મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચરવા બળજબરી કરતો હતો. આ સમયે સગીરાના નાના જાગી જતા આસીફ જેડા ફરાર થઈ ગયો હતો. બનાવની ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ એમ.યુ.મસી ચલાવી રહ્યા છે.


