- સુરેન્દ્રનગરના દસાડાના કઠાડા ગામે બની ઘટના
- ઘરની સમગ્ર સામગ્રી બળીને ખાખ થઈ
- પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથધરી
નરાધમ પુત્રએ માતા પાસે રૂ. 500 માગ્યા, જે આપવાની ના પાડતા પુત્રએ આખુ મકાન જ સળગાવી દીધું. દસાડાનાં-કઠાડા ગામની આ ઘટનામાં મકાનમાં રાખેલો ઘરવખરી સહીતનો તમામ સરસામાન બળીને ખાખ થઇ ગયો. પિતાએ નરાધમ પુત્ર વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કપાતર પુત્રની ધરપકડ કરી.પુત્રએ કહ્યું,જો તમે બંને ઘેર હાજર હોત તો તમને બંન્નેને પણ આજ રીતે સળગાવી દેત,મારૂં કીધું નહીં માનો તો તમારો પણ આજ હાલ થશે એમ કહી માતાપિતા ને ધમકી આપતો હતો પુત્ર.
500 રૂપિયા ના આપતા કરી કળા
પાટડી તાલુકાના કઠાડા ગામે નરાધમ પુત્રએ માતા પાસે વાપરવા માટે રૂ. 500 માગ્યા, જે આપવાની ના પાડતા પુત્રએ આખુ મકાન જ સળગાવી દેવાની સાથે અપશબ્દો બોલી માતા-પિતાને આપી જાનથી મારી નાખવાની ધમકી. કઠાડા ગામની આ ગોઝારી ઘટનામાં મકાનમાં રાખેલો ઘરવખરી સહિતનો તમામ સરસામાન બળીને ખાખ થઇ ગયો હતો. બાદમાં પિતાએ નરાધમ પુત્ર વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પુત્રને પોલીસે ઝડપી પાડયો હતો.
આવા પુત્રને કડકમાં કડક સજા થવી જોઈએ
પાટડી તાલુકાના કઠાડા ગામે ઘોર કળયુગની ઘટના સામે આવી છે. જેમા 25 વર્ષના મયુરભાઈ ખેમાભાઈ મકવાણાએ પોતાની માતા નંદુબેન ખેમાભાઈ મકવાણા પાસે ઘેર આવીને રૂ.500ની માંગણી કરી હતી. જે આપવાની માતાએ ના પાડતા એકદમ ઉશ્કેરાઈ ગયેલા નરાધમ પુત્ર મયુરભાઈ ખેમાભાઈ મકવાણાએ ઘરમાં ગેસનો બાટલો પડયો હોવા છતાં આખુ ઘર સળગાવી દીધું હતું. જેમાં ઘરમાં રાખેલો ગેસનો બાટલો ફાટતા આગની જવાળાઓ ફેલાઈ હતી. અને પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.ત્યારબાદ આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ પાણીનો જોરદાર મારો ચલાવીને અંદાજે ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
લાચાર માતા-પિતા
ઘરમાં રાખેલા ઘરવખરીનો તમામ સરસામાન જેવો કે વાસણ, કપડા, અનાજ અને ગેસના બાટલા સહિતનો તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. વધુમાં આ નરાધમ પુત્ર મયુરભાઈ ખેમાભાઈ મકવાણાએ પોતાના સગા માતા-પિતા નંદુબેન ખેમાભાઈ મકવાણાને કહ્યું હતું કે, એ તો સારુ હતું કે તમે બંને ઘરમાં નહોતા નહીંતર તમને બંનેને પણ જીવતા સળગાવી દેવાના હતા. અને આજ પછી મારી કોઈ વાત નહીં માનો તો તમને બંનેને આ રીતે જ જીવતા સળગાવી દેવાનું કહીને ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં લાચાર પિતા ખેમાભાઈ મકવાણાએ પોતાના જ નરાધમ પુત્ર મયુર મકવાણા વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નાસી છૂટેલા આરોપી પુત્ર મયુર મકવાણાને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા હતા.


