- સુરેન્દ્રનગર કલેક્ટરને રજૂઆત કરવા છતાંય ખેડૂતોની મુશ્કેલી યથાવત્ રહેતા રોષ
- નર્મદા વિભાગમાં રિપેરિંગ, પાણી છોડવા, કેનાલ સફાઇમાં મોટાપાયે ભ્રષ્ટાચારની બૂ !
- કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોએ તંત્ર સામે રોષ વ્યકત કરી રીપેરીંગનું બાકી કામ પુર્ણ કરવાની માંગ કરી
સોખડા ગામની સીમમાથી પસાર થતી કેનાલનું રીપેરીંગનું કામ ચાલુ હોવા છતાંય કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોએ તંત્ર સામે રોષ વ્યકત કરી રીપેરીંગનું બાકી કામ પુર્ણ કરવાની માંગ કરી છે.
ધ્રાંગધ્રા તાલુકાના સોખડા ગામની સીમમાંથી પસાર થતી પેઢડાથી ખેરવા માઇનોર ડી-6 નર્મદા કેનાલની 3/5 વિભાગ એ વાળી સૌરાષ્ટ્ર શાખાની અને બળદેવભાઇ ધરમશીભાઇ, નાગજીભાઇ નથુભાઇ, શંભુભાઇ છગનભાઇ અને પ્રેમજીભાઇ ચતુરભાઇ સહિતના અનેક ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી કેનાલ રીપેરીંગ માટે તોડયા બાદ ફરીથી હજી સુધી કામ શરૂ કરાયુ નથી. બીજી તરફ તોડેલી જગ્યાની આગળ મળતીયાઓને પાણી પહોંચાડવા માટે રીપેરીંગ કામ પુર્ણ કર્યા વગર નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં પાણી શરૂ કરી દેવાતા ખેડૂતોએ રજૂઆત કરી છે.


