- વઢવાણ સર્કલ ચોકી પાસે પોલીસ-પોલીસ વચ્ચે બબાલ
- GRDના જવાનો અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે બબાલ
- ગાડીઓ ઉભી રખાવા બાબતે થઈ બોલાચાલી
સુરેન્દ્રનગરના વઢવાણ સર્કલ ચોકી પાસે પોલીસ-પોલીસ વચ્ચે જાહેરમાં મારામારી અને ગાળો ભાંડતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ એ ગુજરાત પોલીસ છે કે જેની શિસ્ત માટે સમ ખાવામાં આવે છે અને આજે જાહેરમાં મા બેનની ગાળો ભાંડતા, એક બીજાના બકકલો તોડી પાડતા, મવાલીઓની જેમ બથ્થમ બથ્થા જાહેર માર્ગ પર કરતા આ પોલીસના કર્મીઓએ ગુજરાત પોલીસની ઈજ્જતના ધજાગરા ઉડાડયા છે.
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના વઢવાણ સર્કલ ચોકી પાસે પોલીસ-પોલીસ વચ્ચે જાહેરમાં મારામારી અને ગાળો ભાંડતા હોવાની ઘટના સામે આવી છે. આવા પોલીસ કર્મીઓએ ગુજરાત પોલીસની ઈજ્જતના ધજાગરા ઉડાડયા છે. જાણવા મળી રહ્યું છે કે, ગાડીઓ ઉભી રખાવા બાબતે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચકાયો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. પણ કઇ બાબતે માથાકૂટ અને મારામારી થઇ એ તો આખરે મવાલીઓની જેમ બથ્થમ બથ્થા ઘીંગાણું કરતી પોલીસ જ જાણે…
સમગ્ર ઘટનાને લઇ સ્થાનિકો કહી રહ્યા છે કે, આવા પોલીસ કર્મીઓએ ગુજરાત પોલીસની ઈજ્જતના લીરેલીરા ઉડાડી રહ્યા છે. જાહેરમાં આવી અભદ્રભાષા અને પ્રજા રક્ષાની સોગંધ લેવા વાળા આજે આખલાની જેમ બાખડતા હોય તો આમાં સામાન્ય પ્રજાને શું રક્ષણ આપશે?
આ કોઈ પૈસાની હફતા બાજીમાંથી તકરાર ઉભી થઇ?
ચોર લૂંટારાઓની સામે બાથ ભીડવાના બદલે કેમ પોતાના સહકર્મી સાથે આ ભીડી રહ્યા છે? સામાન્ય લોકોને છોડાવવા માટે વચ્ચે પડવું પડે એ આ ખાખી વરદી ધારણ કરનારાઓને શું ખબર નથી? આ લોકો તો સસ્પેન્ડ થઈ જશે પણ સામાન્ય જનના મગજ પર અંકિત થતી ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગની છાપ ને કઈ રીતે સસ્પેન્ડ કરી શકાશે?


