- ઘરોમાં 5 એસી, 7 રેફરીજેટર અને પંખા સહિતના વીજ ઉપકરણો બળી ગયા હતા
- મોડી રાત્રે લખતરના કારેલા ગામે નવાપરા વિસ્તારમાં આગ ભભૂકી ઉઠી હતી
- વીજ પુરવઠો પર ખોરવાયેલો રહેતા લોકોને બફારામાં સમય પસાર કરવો પડયો હતો
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ગરમીનો પારો ઉંચે જઈ રહ્યો છે. ત્યારે આગ લાગવાના બનાવો પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેમાં ગુરૂવારે મોડી રાત્રે લખતરના કારેલા ગામે નવાપરા વિસ્તારમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા સુરેન્દ્રનગર પાલિકાના ફાયર વિભાગના દેવાંગભાઈ દુધરેજીયા સહિતનાઓ કારેલા દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ આગ નજીક રહેતા જગાભાઈ વેલાભાઈ ભરવાડના ઘર સુધી પહોંચે તે પહેલા તેને બુઝાવી દઈ માલઢોર અને ઘાસને ખસેડવામાં આવ્યા હતા. આથી મોટી જાનહાનિ અને નુકસાની ટળી હતી.
સુરેન્દ્રનગરમાં ટીસી બળી જતા વીજ ઉપકરણોને નુકસાન
સુરેન્દ્રનગર : શહેરના રાધે ટેર્નામેન્ટમાં 100થી વધુ પરિવારો વસવાટ કરે છે. ત્યારે રાતના સમયે આ વિસ્તારમાં આવેલ વીજ ટ્રાન્સફોર્મર બળી જતા લોકોના ઘરોમાં 5 એસી, 7 રેફરીજેટર અને પંખા સહિતના વીજ ઉપકરણો બળી ગયા હતા. ઉનાળાના ગરમીમાં લોકોના એસી અને ફરીઝમાં નુકશાન થવાથી લોકોમાં વીજ કંપની પ્રત્યે રોષ જોવા મળતો હતો. ટીસી બળી જવાથી અંદાજે બે કલાક સમય વીજ પુરવઠો પર ખોરવાયેલો રહેતા લોકોને બફારામાં સમય પસાર કરવો પડયો હતો.


