- ફેન્સ આ પોસ્ટના કરી રહ્યા છે અનેક અર્થ
- પોસ્ટ શેર કરતી સમયે સૂર્યકુમારે કંઈ લખ્યું નથી
- ફક્ત હાર્ટ બ્રોકન ઈમોજી ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી
ટીમ ઈન્ડિયાએ પોતાની કેપ્ટનશીપ ડેબ્યૂમાં ઓસ્ટ્રેલિયાની સામે આ મહિને ટી20 સીરીઝ જીતાડનારા સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પર કંઈ એવું પોસ્ટ કર્યું કે જેને લઈને ફેન્સ હેરાન જોવા મળી રહ્યા છે. આખરે તેમની સાથે એવું તો શું થયું છે તેને લઈને અનેક અટકળો કરવામાં આવી રહી છે. ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. ટી20 સીરીઝ ડ્રો રહી છે. આ સમયે સૂર્યકુમાર યાદવ જ ભારતના કેપ્ટન હતા. હવે સૂર્યકુમાર યાદવે પોતાના સોશિયલ એકાઉન્ટ પર તૂટેલા દિલની ઈમોજી પોસ્ટ કરી છે. તેને લઈને ફેન્સ વિચારમાં પડ્યા છે.
સૂર્યાએ પોસ્ટ કરી ઈમોજી
આ ઈમોજીની વચ્ચે સાઉથ આફ્રિકાના પ્રવાસ પર આવેલી ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાની એક પોસ્ટથી લોકોને હેરાન કરી દીધા છે. ફેન્સ આ પોસ્ટના અનેક અર્થ કાઢી રહ્યા છે. હાર્ટ બ્રોકન ઈમોજીની સાથે તેઓએ કંઈ લખ્યું નથી પણ ફેન્સ રીએક્શન આપી રહ્યા છે. કેટલાક માને છે કે સૂર્યકુમારે રોહિત શર્માની કેપ્ટનશીપ જવાના કારણે આ રીએક્શન આપ્યું છે તો કેટલાકનું માનવું છે કે સૂર્યકુમારને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ ન મળી અને તે કારણે તેમનું દિલ તૂટ્યું છે. હવે આ પોસ્ટનો અર્થ શું છે તે તો સૂર્યકુમાર જ જણાવી શકે છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટનશીપથી હટાવી દીધા છે. ફ્રેન્ચાઈઝીએ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને નવા કેપ્ટન બનાવ્યા છે. આ પહેલા પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હશે.
ફેન્સે આપ્યા આવા રીએક્શન
એક ફેન રીએક્શન આપતા લખે છે કે, આ શું થઈ ગયું ભાઈ, સૂર્યાને…આ રીએક્શન શા માટે આપ્યું.
તો અન્ય એક ફેન લખે છે કે સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ ડીઝર્વ કરતા હતા.
જો કે આ પોસ્ટનું સાચું કારણ શું છે તે તો સૂર્યકુમાર યાદવથી સારી રીતે કોઈ જાણતું નથી. પણ ફેન્સ હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બનાવવાને લઈને અનેક અટકળો લગાવી રહ્યા છે.


