ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ IPL 2025માં મુંબઇ ઇન્ડિયન્સ ટીમ તરફથી રમી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સ સામે તેઓએ 48 રન બનાવ્યા હતા. તેઓ પોતાના અર્ધ શતકથી માત્ર 2 રન જ દુર રહ્યા હતા. 23 બોલમાં તેઓે 3 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેઓ આઇપીએલની આ સીઝનમાં ઓરેન્જ કેપ મેળવનાર ખેલાડી બન્યા છે. સૂર્યકુમારે વિરાટ કોહલી અને સાંઇ સુદર્શનને પાછળ મુકી દીધા છે.
સૂર્યકુમાર યાદવે રચ્યો ઇતિહાસ
સૂર્યકુમાર યાદવે IPLમાં 48 રન બનાવીને ઇતિહાસ રચ્યો છે. તે હવે સૌથી વધુ સતત 25થી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે રોબિન ઉથપ્પાને પાછળ છોડી દીધો છે. જેમણે સતત 10 વખત 25થી વધુ રનની ઇનિંગ્સ રમી હતી. સૂર્યકુમાર યાદવે IPLની 18મી આવૃત્તિમાં 11 મેચ રમી છે. જેમાં તેમણે 67.85 ની સરેરાશથી 475 રન બનાવ્યા છે. તે વિરાટ કોહલી અને સાઈ સુદર્શનને પાછળ છોડીને ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. ત્રીજા નંબર પર રહેલા કોહલીએ 10 ઇનિંગ્સમાં 443 રન બનાવ્યા છે. બીજા સ્થાને રહેલા સુદર્શને 9 ઇનિંગ્સમાં 456 રન બનાવ્યા છે.
સૂર્યકુમાર યાદવની કુલ સંપત્તિ
સૂર્યકુમાર યાદવ બીસીસીઆઈના વાર્ષિક કરાર, આઈપીએલની કમાણી, મેચ ફી અને જાહેરાતોમાંથી કમાણી કરે છે. મુંબઈએ IPL 2025 માટે સૂર્યાને 16.35 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. BCCI ના તાજેતરના વાર્ષિક કરારમાં સૂર્યાને ‘B’ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો છે, તેની સાથે આ જૂથમાં કુલ 5 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આમાં તેમની વાર્ષિક આવક 3 કરોડ રૂપિયા છે. સૂર્યકુમાર યાદવની કુલ સંપત્તિ લગભગ 50 કરોડ રૂપિયા છે. IPL અને BCCI ના પગાર ઉપરાંત, તે મેચ ફી અને જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરે છે. સૂર્યકુમાર યાદવ પાસે ઘણી લક્ઝરી કારનો સંગ્રહ છે. તેની પાસે મર્સિડીઝ બેન્ઝ, ઓડી આરએસ 5, પોર્શ 911 જેવી મોંઘી કાર છે. સૂર્યાના ઘરની કિંમત કરોડોમાં છે.
મુંબઈ ઈન્ડિયન્સ ટોચ પર પહોંચ્યું
ગુરુવારે રાજસ્થાન રોયલ્સને 100 રનથી હરાવીને મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર પહોંચી ગયું છે. તેણે 11 માંથી 7 મેચ જીતી છે, જેમાં 14 પોઈન્ટ અને પ્રભાવશાળી નેટ રન રેટ છે. જો ટીમ વધુ એક મેચ જીતે છે, તો પ્લેઓફમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે.