- પાલિકા સંચાલિત બે બગીચામાં રમતગમતના સાધનો હતા
- ભંગારમાં પડેલા સાધનોની વહેલી તકે હરાજી કરવા ઉઠેલી માગ
- રાતોરાત એક પછી એક ગાયબ થતાં હોય તેવી પ્રજામાં શંકા સેવાઈ
છોટા ઉદેપુર નગરમાં પાલિકા સંચાલિત બે બગીચાઓ આવેલાં છે નગરની મધ્યમાં બે બગીચામાં બાળકોના રમતગમત અર્થે વિવિઘ સાધનો બેસાડાયા હતા. જેમાં શાસ્ત્રી ગાર્ડનમાં જીમના સાધનો પણ લગાડાયાં હતાં જેમાંથી અમુક સાધનો તૂટી જતાં તથા જૂના કટાઈ ગયા હોય જેથી પાલિકા દ્વારા તેને કાઢીને અલગ જગ્યાએ મૂકાયા હતા. પરતું આ ભંગાર થયેલાં સાધનો પૂરતા પ્રમાણમાં ન હોય અને રાતોરાત એક પછી એક ગાયબ થતાં હોય તેવી પ્રજામાં શંકા સેવાઈ રહી છે. પાલિકાનાં સાધનો સુરક્ષિત રાખવા અને નક્કામા સાધનોની વહેલી તકે હરાજી કરી નિકાલ કરવો જોઈએ તેવી પ્રજાની માંગ ઉઠી છે.
ઉલ્લેખનિય છેકે છોટા ઉદેપુર શાસ્ત્ર્રી ગાર્ડન માં સાંજના સમયે મોટી માત્રામાં નગરની પ્રજા વોકિંગ તેમજ હરવા ફ્રવા આવતી હોય છે અને બાળકો રમવા માટે આવતાં હોય છે તેઓની સુવિદ્યા માટે જીમ તથા રમતના સાધનો નગર પાલિકા દ્વારા લગાવવા માં આવ્યાં હતાં. જે જૂના થઈ જતાં ટુટી ગયાં હોય અને કોઈને વાગે તે માટે કાઢીને અલગ જગ્યાએ મૂકવામાં આવ્યા હતા પરતું હાલ માં જે સાધનો મૂકવામાં આવ્યા હતા તે પૂરતા પ્રમાણમાં હાજર જોવા મળતા નથી.
બગીચાઓમાં મજબૂત સાધનો બેસાડવા માગ
છોટાઉદેપુર નગરના બગીચાઓમાં આવેલા રમતગમતના અને જીમના સાધનો ખરાબ થઈ ગયાં છે જ્યારે ઘણાં તૂટી ગયાં છે. જે ઘણાં સમયથી તૂટેલા હોય જે બદલીને નવા નાખવામાં આવે તો પ્રજાને અને બાળકોને મજા પડી જાય. સરકાર પ્રજાના હિત અને મનોરંજન અર્થે આંધળો ખર્ચ કરે છે તેનાં ભાગ રૂપે છોટાઉદેપુર નગર ના બગીચાઓ ને ધ્યાનમાં લઈ નવા મજબૂત સાધનો બેસાડવામાં આવે તેવી પ્રજાની માંગઉઠી છે.


