- દૂધના નમૂના લઈ વિશ્લેષણ માટે બનાસ ડેરીમાં મોકલી અપાયા
- સધીમાં મિલ્ક પ્રોડક્ટ ફેક્ટરીના 11 સેમ્પલમાંથી 9 સેમ્પલ ફેલ થયા
- 2500 લીટર દૂધ ભરેલું ટેન્કર પકડાવામાં આવ્યું
પાલનપુરની સધીમાં દૂધ પ્રોડકટ નામની ફેકટરીમાં આ ટેન્કર પહોંચતા પુરવઠા અધિકારીએ આ ટેન્કરને પકડી અને ફુડ વિભાગને જાણ કરતા ફુડ વિભાગે સેમ્પલ લઈ અને પ્રક્રિયા હાથ ધરી હતી.બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના પાલનપુર આબુરોડ હાઈવે પર આવેલી સધીમાં મિલ્ક પ્રોડકટ નામની ફેક્ટરીમાં પુરવઠા અધિકારીઓ શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર પકડી પાડયું હતું.બાતમીને આધારે પુરવઠા અધિકારીએ આ ટેન્કરને પકડયું હતું અને ત્યારબાદ ફુડ વિભાગે જાણ કરી હતી.ત્યારબાદ પુરવઠા અને ફુડ વિભાગના અધિકારીઓએ સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી જોકે ફુડ વિભાગની પ્રાથમિક તપાસમાં દુધનું પરીક્ષણ કર્યું હતું અને તેમાં આ દૂધનું સેમ્પલ ફેલ નીકળ્યું હતું.અને જેને લઈને ફુડ વિભાગ દ્વારા વધુ 11 સેમ્પલ લેવાયા હતા અને જે બનાસડેરી ખાતેની લેબમાં મોકલાયા હતા જોકે આ 11 સેમ્પલમાંથી 9 સેમ્પલ ફેલ નીકળ્યા હતા ફુડ વિભાગએ 2500 લીટર દુધનો જથ્થો સીજ કરી અને સેમ્પલ લઈને વધુ પરીક્ષણ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.જો કે આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે આજે જિલ્લા પુરવઠા અધિકારી પાસે એક બાતમી આવી કે ડેરી પાસે એક મિશ્રિાત દૂધનું ટેન્કર આવ્યું છે ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ 2500 લીટર દૂધ ભરેલું ટેન્કર પકડાવામાં આવ્યું.


