- ટ્રકમાં પાવડર ભરેલી બેગોની આડમાં લઈ જવાતો હતો દારૂ
- ટ્રકમાંથી 380 પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો
- લોકલ ક્રાઈમ બ્રાન્ચે 28 લાખનો દારૂ પોલીસનો સોપ્યો
વડોદરા ગ્રામ્ય એલસીબીએ દારૂનો મોટો જથ્થો કબ્જે કર્યો છે. જેમાં ટ્રકમાં પથ્થરના પાવડર ભરેલી બેગોની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો હતો. દારૂનો જંગી જથ્થો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે કરજણ હાઇવે ઉપર વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો. પોલીસે 380 પેટી દારુ તેમજ પથ્થરનો પાઉડર, ટ્રક વગેરે મળી કુલ રૂપિયા 27 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
કેવી રીતે પોલીસે કરી કાર્યવાહી
આ અંગેની માહિતી આપતાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કરજણ પોલીસ હદ વિસ્તારમાં જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ઉત્તરાયણ પર્વના દિવસે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન માહિતી મળી હતી કે, દારુ ભરેલી એક ટ્રક ભરૂચ તરફથી વડોદરા તરફ આવી રહી છે. જેમાં ટ્રક આવતા જ પોલીસે તેને રોકી હતી. ટ્રકમાં તપાસ કરતા તાડપત્રી ઢાંકેલી હતી. પોલીસે પથ્થરનો પાઉડર ભરેલી બેગો દૂર કરી વધુ તપાસ કરતા પાછળના ભાગમાંથી દારુ ભરેલી પેટીઓ મળી હતી. પોલીસને ગેરમાર્ગે દોરવા આરોપીઓ દ્વારા બનાવટી બિલ્ટી બનાવી હતી.
વડોદરા ગ્રામ્ય એલસીબીએ દારૂનો મોટો જથ્થો કબ્જે કર્યો છે. જેમાં ટ્રકમાં પથ્થરના પાવડર ભરેલી બેગોની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો હતો. પોલીસે ટ્રકમાંથી એક પછી એક દારુની પેટીઓ ઉતારી ગણતરી કરતા 380 પેટી દારુ મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 18 લાખ 24 હજારનો દારુ કબજે કર્યો હતો. તે સાથે પોલીસે પથ્થરનો પાઉડર ભરેલી 200 બેગ, ટ્રક, મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 28 લાખ 29 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ઉપરાંત પોલીસે ટ્રક ચાલક પૂજાભાઈ વિરાભાઈ ચાવડાની ધરપકડ કરી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આ દારુનો જથ્થો દ્વારકા જિલ્લાના પાંચતરડી ગામના ખીમા કોડીયાતરે મોકલાવ્યો હતો. દારુ જેને પહોંચતો કરવાનો હતો તેનો મોબાઇલ નંબર આપ્યો હતો. પોલીસે ટ્રક ચાલક પાસેથી મળી આવેલા મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરતા તે સ્વિચઓફ બતાવતો હતો.


