અરબી સમુદ્રમાં માલવાહક જહાજ પર હુમલા બાદ સુરક્ષાની ચિંતા વધી છે ત્યારે આ ડ્રોન અંગે તપાસ જરૂરી
સંસદમાં ગેસ એટેક, ભારતના સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન નજીકના સમુદ્રમાં ભારત તરફ આવતી માલવાહક શીપ પર ડ્રોન એટેકની ઘટના વચ્ચે હવે દ્વારિકા મંદિર પર ડ્રોન દેખાતા ચિંતાની લાગણી ફેલાઇ છે. દ્વારિકાધીશ મંદિર આસપાસ ધાર્મિક તસવીરો લેતા ફોટોગ્રાફરોએ ડ્રોન ઉડતુ હોય તેવા ફોટા કેદ કર્યા છે એટલે આ ડ્રોન કોણે અને કયા કારણોસર ઉડાડયુ છે તે તપાસનો વિષય છે. દ્વારિકાધીશ મંદિરની આસપાસના વિસ્તારમાં ડ્રોન ઉડાડવુ એ પ્રતિબંધીત છે ત્યારે આ ડ્રોન દેખાતા અનેક સવાલ ખડા થયા છે.
દ્વારકાધીશ જગત મંદિર આસપાસ ડ્રોન કેમેરો ઉડાડવાની મનાઈ હોય છે. જેમાં ડ્રોન કેમેરો ઉડાડવા માટે તંત્રની મંજૂરી હોય ત્યારે જ જગત મંદિર આસપાસ ડ્રોન દ્વારા ખરેખર તેમાં રહેલા કેમેરા દ્વારા શૂટિંગ થાય છે કે પછી અન્ય કોઈ હેતુ માટે તે પણ તપાસનો વિષય બન્યો છે. જગત મંદિર બહાર ડ્રોન કેમેરો ઉડતા જગત મંદિર બહાર ફોટોગ્રાફર તેમજ મંદિર બહાર લોકોએ ડ્રોન કેમેરો ઉડતા જોયો છે.
આ અંગે દ્વારકાના સ્થાનિક પત્રકારનો ‘અગ્ર ગુજરાત’એ સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આ ડ્રોન વિમાન આજે સવારે જોવા મળ્યું હતું. અને તેમણે કેમેરામાં તસવીરો કેદ કરી હતી. આ અંગે પોલીસનો સંપર્ક સાધી વિગતો મેળવવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડાનો પણ ટેલીફોનીક સંપર્ક કરવા પ્રયાસો થયા છે. પરંતુ તેમનો ફોન નો-રીપ્લાય મળ્યો હતો.
ત્યારે આ ડ્રોન જગત મંદિર બહાર અજાણ્યા શખ્સ દ્વારા ઉડાડવામાં આવ્યું હોય આ ડ્રોન કેમેરાની પરમિશન છે કે કેમ તે મોટા સવાલ ઉઠી રહ્યા છે. જણાવી દઈએ કે ગુજરાતમાં ઘણા ક્ષેત્રોમાં સુરક્ષા હેતુથી ડ્રોન પર પ્રતિબંધ મુકવામાં આવેલો છે. તો દેશમાં પણ ડ્રોનથી થતા હુમલા પણ સામે આવ્યા છે. અગાઉ દ્વારકાધીશ મંદિરની સલામતી માટે દ્વારકા ખાતે જિલ્લા પોલીસ વડા અને વિભાગ્ય પોલીસ અધિક્ષક એએસપી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં વેપારીઓના સુચનને આવકારી ડ્રોનકેમેરા પર પ્રતિબંધ છે. તેવા દિશાસુચક બેનરો લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ આજ ની આ ઘટના દિશા સૂચક બોર્ડ ના અમલ માટે કોઈ જવાબદાર તંત્ર જ ના હોય તેમ તેના બદલે જાહેર મા કોઈ અજાણ્યાં શખ્સ દ્વારા ઉડાડવામાં આવ્યો હોવાનું પણ હવે નાકારી શકાય તેમ નથી.


