- દારૂ ભરેલી કારના અકસ્માત બાદ દારૂની લૂંટ
- અકસ્માત બાદ લોકો દારૂની બોટલ લઇને દોડતા દેખાયા
- હાઈવે પર કારને વહેલી સવારે થયો હતો અકસ્માત
ગાંધીનગર પાસે પ્રાંતિયા ગામે દારુની લૂંટ કરવામાં આવી છે. જેમાં દારૂ ભરેલી કારના અકસ્માત બાદ દારૂની લૂંટ ચલાવામાં આવી છે. તેમાં અકસ્માત બાદ લોકો દારૂની બોટલ લઇને દોડતા દેખાયા છે. હાઈવે પર કારને વહેલી સવારે અકસ્માત થયો હતો.
અવાર નવાર અહીં દારૂ ઝડપાતો જોવા મળી આવે છે
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ તેમ છતાં અવાર નવાર અહીં દારૂ ઝડપાતો જોવા મળી આવે છે. હવે ફરી એક વાર ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં દારૂની લૂંટ જોવા મળી છે. જેનાથી આપણે જોઈ શકીએ છે કે ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામની જ છે. ગુજરાત સરકારે તાજેતરમાં ખાસ કક્ષા ધરાવતા લોકો માટે જ્યાં દારૂબંધી હળવી કરી છે તે ગિફ્ટ સિટીથી માત્ર થોડાક જ કિલોમીટરના અંતરે આજે સવારે એક અકસ્માત ગ્રસ્ત કારમાં દારૂ બિયર ભરેલો હોવાનું માલુમ પડતા લોકોએ રીતસરની દારૂની લૂંટ ચલાવી હતી. દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે આમ ધોળા દહાડે હાઇવે પર બનેલી આ ઘટનાએ લોકોમાં કૌતુક જગાવ્યું હતુ.
જામનગરમાં ઇંગ્લિશ દારૂની બાટલી સાથે એક શખ્સની અટકાયત
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભીમવાસ શેરી નંબર-1 માં એક મકાન પર દરોડો પાડી 24 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી સાથે એક શખ્સની અટકાયત કરી છે, જ્યારે દારુનો જથ્થો સપ્લાય કરનાર અન્ય એક શખ્સને ફરાર જાહેર કર્યો છે. ઉપરાંત નાઘેડી ગામના પાટિયા પાસેથી બાઈક પર નીકળેલા બે શખ્સોને એલસીબીની ટીમે ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી લીધા છે, જ્યારે દારૂના સપ્લાયરને ફરાર જાહેર કર્યો છે. આ દરોડાની વિગત એવી છે કે જામનગરમાં ભીમવાસ શેરી નંબર-1 માં રહેતા સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઈ ધવલ નામના શખ્સે પોતાના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે. તેવી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી 24 નંગ નાની ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. જે ઈંગ્લીશ દારૂ એલસીબીની ટીમે કબજે કરી લઈ મકાન માલિક સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઈ ધવલની અટકાયત કરી લીધી છે.


