- અકુલ નામનો વિદ્યાર્થી ઈલિનોઈસ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો
- મૃતક વિદ્યાર્થીનું હાયપોથર્યિમાને લીધે મોત થયાની પોલીસને આશંકા
- વિદ્યાર્થીના માતા-પિતાએ યુનિવર્સિટી પર આક્ષેપ લગાવ્યા
અમેરિકામાં એક ભારતીય મૂળના વિદ્યાર્થીના મોતનો મુદ્દો સામે આવ્યો છે. યુનિવર્સિટી ઑફ ઈલિનોઈસમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો 18 વર્ષીય અખુલ ધવન મૃત હાલતમાં મળ્યો હતો. જેથી અકુલના માતા-પિતાએ યુનિવર્સિટી પર આ અંગે સવાલ ઉઠાવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે ગત રવિવારે અકુલ એકાએક ગુમ થઈ ગયો હતો. અને તેનો મૃતદેહ ઈલિનોઈના શૅમ્પેન યુનિવર્સિટી કેમ્પસ પાસે મળી આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે મૃતક વિદ્યાર્થીના શરીર પર ઈજાના કોઈ નિશાન નહોતા મળ્યા. ઉપરાંત આ વિદ્યાર્થીનું મોત હાઈપોથર્મિયાને લીધે થયાની આશંકા વ્યક્ત કરી હતી.
અમેરિકામાં આ સમયે બરફનું તોફાન યથાવત્ છે. કેલિફોર્નિયામાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. મૃતક અકુલના રૂમમેટે જણાવ્યું કે તે જ્યારે ગુમ થયો હતો ત્યારે તાપમાન માયનસ 17 ડિગ્રી સેલ્સિયસ હતું. અકુલના મિત્રોનું કહેવું છે કે તેને એ સમયે ચિંતા વ્યક્ત કરી હતી જ્યારે તે કોટ પહેર્યા વગર ઠંડીમાં થથરી રહ્યો હતો.
મૃતક અકુલના પિતા ઈશ ધવને એવો દાવો કર્યો તે તેમના પુત્રને એવી જગ્યાથી પોલીસે કોલ કર્યો હતો જ્યાં તે ફસાઈ ગયો હતો. તે અડધો કલાક સુધી વાટ જોઈ રહ્યો હતો. સ્થાનિક સૂત્રો અનુસાર અકુલને છેલ્લે ત્યાં જોયો હતો. ત્યાંથી થોડા અંતરે તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. યુનિવર્સિટી પોલીસ ડિપાર્ટમેન્ટ વિદ્યાર્થીના મોતને લઈ સઘન તપાસ કરી રહ્યું છે.
મૃતક અકુલના માતા-પિતાએ યુનિવર્સિટીની બચાવ પ્રક્રિયા પર સવાલ ઊભા કર્યા છે. તેઓએ દાવો કર્યો કે જ્યારે તેઓને વીસીની કચેરીથી સંપર્ક કર્યો તો તેમને પોલીસ સાથે સંપર્ક કરવાનું કહેવાયું હતું. તેમનો દાવો છે કે તેઓને પોતાની ફરિયાદ નોંધાવવા માટે કોઈ ફોર્મ પણ નહોતું અપાયું. અકુલના માતા-પિતાએ આરોપ લગાવ્યો કે યુનિવર્સિટીની તૈયારીઓ નથી કરી અને આનાથી બીજા વિદ્યાર્થીઓના જીવ પર ખતરો છે.


