- પ્રતિબંધિત કેટામાઇનનો 25 કિલો જથ્થો DRI એ ઝડપ્યો
- અંદાજિત 50 કરોડથી વધુની કિંમતનું કેટામાઇન ડ્રગ્સ જપ્ત
- બીજા કેમિકલની આડમાં ડ્રગ્સ સ્મગલિંગ કરવામાં આવતું હતુ
અમદાવાદ એરપોર્ટ પર DRI ની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેની સાથે જ ડ્રગ્સની મોટી હેરાફેરીનો DRI દ્વારા પકડવામાં આવી છે. આ માટે એર કાર્ગોનો ઉપયોગ કરવામાં આવ્યું હોવાની પણ વિગતો સામે આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ પરથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જેમાં એર કાર્ગો કોમ્પલેક્ષ પરથી અત્યંત ઉચ્ચ કક્ષાનું કેટામાઈનનો અંદાજિત 25 કિલો જેટલો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ માટે DRI દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રતિબંધિત કેટામાઇનનો 25 કિલો જથ્થો DRI એ ઝડપ્યો છે. જેમાં અંદાજિત 50 કરોડથી વધુની કિંમતનું કેટામાઇન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ સાથે જ બીજા કેમિકલની આડમાં ડ્રગ્સ સ્મગલિંગ કરવામાં આવતું હોવાની વિગતો સામે આવી રહી છે.
ક્યાંથી આવ્યો સામાન
આ સામાન મોકલનાર તેમજ કોની પાસેથી માલસમાન આવ્યો તેની અંગેની માહિતી મેળવવામાં આવી રહી છે. પાર્સલમાં કેમિકલના નામે ડ્રગ્સની હેરાફેરી થતી હતી. થાઇલેન્ડના બેંગકોકમાં ડ્રગ્સ પહોંચવાનું હતું. ગાંધીનગરની એક ફેક્ટરીમાં 46 કિલો ડ્રગ્સનો પાવડર મળ્યો છે. તમામ મુદ્દામાલ જપ્ત કરીને 3 શખ્સોની ધરપકડ કરાઇ છે.


