- ઇમ્ફાલ એરપોર્ટ પર રવિવારે બપોરે 2.30 કલાકે UAV દેખાતા ખળભળાટ
- આવતી અને જતી તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી હતી
- 3 કલાકથી વધુ સામે માટે એર ટ્રાફિક પ્રભાવી થયો હતો
મણિપુરમાં ચાલી રહેલી હિંસક ગતિવિધિઓ વચ્ચે હવે રાજધાની ઈમ્ફાલના એરપોર્ટ નજીક એક માનવરહિત હવાઈ વાહન (Unmanned aerial vehicle) જોવા મળ્યું હતું. ઇમ્ફાલ એરપોર્ટ પર રવિવારે બપોરે 2.30 કલાકે અચાનક UAV દેખાતાં હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ, ઇમ્ફાલ એરપોર્ટ પર આવતી અને જતી તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી હતી.
ઇમ્ફાલના એરપોર્ટ જ્યાં UAV જોવા મળ્યું હતું તેનું નામ વીર ટિકેન્દ્રજીત ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇમ્ફાલ આવતી અને જતી કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને કેટલીક ફ્લાઇટ્સ ઇમ્ફાલ એરફિલ્ડથી પરત આવી હતી અને અન્ય સ્થળોએ ડાયવર્ટ કરવામાં આવી હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે UAV ડ્રોન હોઈ શકે છે.
25 મિનિટ સુધી રોકવામાં આવ્યું ફ્લાઇટનું લેન્ડિંગ
કહેવામાં આવી રહ્યું છે કે કોલકાતાથી એક ફ્લાઈટ ઈમ્ફાલમાં લેન્ડ થવાની હતી, પરંતુ સુરક્ષા એજન્સીઓ તરફથી પરવાનગી ન મળે ત્યાં સુધી લેન્ડિંગ ન કરવાનું કહીને રોકી દેવામાં આવ્યું. મુસાફરોથી ભરેલી ફ્લાઈટને 25 મિનિટ માટે ઈમ્ફાલ એરપોર્ટ પર ઉતરતી અટકાવવામાં આવી હતી. બાદમાં તેને ગુવાહાટી તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.
ઘણી ફ્લાઈટો પણ ડાયવર્ટ કરવામાં આવી હતી
UAV અંગે માહિતી મળ્યા બાદ લગભગ 3 કલાક સુધી 3 ફ્લાઇટ્સનું ટેક ઓફ અટકાવવામાં આવ્યું હતું બે ફ્લાઇટ્સ કોલકાતા તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. જો કે, સાંજે લગભગ 6 વાગ્યે દિલ્હી, પટના અને ગુવાહાટીની ત્રણ ફ્લાઇટ્સ મોડી ઉપડી હતી.
એરપોર્ટ ઓથોરીટીએ આપ્યું નિવેદન
ઈમ્ફાલ ઈન્ટરનેશનલ એરપોર્ટના AAI ડાયરેક્ટર ચિપેમ્મી કીશિંગે જણાવ્યું હતું કે ઈમ્ફાલ નિયંત્રિત એરસ્પેસની અંદર એક અજાણી ફ્લાઈંગ ઑબ્જેક્ટ જોવાને કારણે, બે ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે અને ત્રણ ટેક-ઓફ ફ્લાઈટ્સ વિલંબિત થઈ છે.
ઈન્ટરનેટ પ્રતિબંધ 23 નવેમ્બર સુધી લંબાવાયો
જણાવી દઈએ કે હિંસા પ્રભાવિત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા મણિપુર સરકારે ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ પાંચ દિવસ માટે 23 નવેમ્બર સુધી લંબાવ્યો છે.
મણિપુર હિંસામાં 200 લોકોના મોત
જણાવી દઈએ કે, મણિપુરમાં મેઈતેઈ સમુદાય પોતાને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાની માંગ કરી રહ્યો છે. આ માંગને ધ્યાનમાં રાખીને તેમણે મણિપુરમાં ‘આદિવાસી એકતા માર્ચ’ કાઢી હતી. આ કૂચ બાદ કુકી સમાજે પણ દેખાવો કર્યા હતા અને પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આદિવાસી જૂથો મેઇતેઈ અને કુકી વચ્ચે 3 મેથી રાજ્યમાં વંશીય સંઘર્ષ ચાલી રહ્યો છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકો માર્યા ગયા છે.