3૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્વામી વિવેકાનંદજીની ૧૬૪મી જન્મ જયંતી નિમિતે સમગ્ર દેશભરમાં થઈ રહેલા આયોજનમાં વીવીપી એન્જીનીયરીંગ કોલેજ દ્વારા “રન ફોર સ્વદેશી”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૩૦૦થી ૫ણ વધુ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આત્મનિર્ભર ભારત માટેના અભિયાન અને નેશન બિલ્ડીંગમાં યુવાનોના રોલ માટે જાગૃતિ લાવવાના પ્રયાસના ભાગરૂપે આ રન ફોર સ્વદેશીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્સ્ટીટ્યુશન્સ ઇનોવેશન સેલનો પણ સહભાગ રહ્યો હતો.
વી.વી.પી.ના વિદ્યાર્થીઓ અને કર્મચારી મિત્રોએ આ કાર્યક્રમને બિરદાવતા જણાવ્યું હતું કે, ઠંડીના દિવસોમાં આ પ્રમાણેની દોડ અને તે પણ ખાસ કરીને ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં હોય તો તે વિશેષ આનંદની વાત છે.
આ તકે વી.વી.પી.ના પ્રિન્સીપાલ ડો. પિયૂષભાઈ વણઝારાએ જણાવેલ કે, આજે ભારત સામે ચીન જેવા દેશોમાંથી થતા ઈમ્પોર્ટના મોટા પડકારો અને આપણી ઇન્ડસ્ટ્રીઓને પડતી મુશ્કેલીઓ સામે લડવા માટે આ પ્રકારના કાર્યક્રમોનું સતત આયોજન અને તે માટે આ પ્રકારના સતત જાગૃતિ અભિયાનો આવશ્યક છે.
સમગ્ર કાર્યક્રમને સફળતા માટે સંસ્થાના પ્રિન્સીપાલ ડો. પિયૂષભાઈ વણઝારાના માર્ગદર્શન હેઠળ ડો. નિરવભાઈ મણીયાર, સ્પોર્ટસ કમિટીના કન્વીનર પ્રો. પાર્થભાઈ દેલવાડીયા, કો-કન્વીનર પ્રો. કુંજનભાઈ ભંડેરી, સ્પોર્ટસ ટીચર શ્રી શ્યામભાઈ પુરોહિત, ગૌરવભાઈ પરમાર, કેતનભાઈ પરમાર તથા સમગ્ર કર્મચારી અને વિદ્યાર્થીગણે જહેમત ઉઠાવી હતી.


