- હળદરની મદદથી દૂર કરી શકાશે સોજા
- સિંધવ મીઠાનો ઉપયોગ ઠંડીમાં સોજા ઘટાડવામાં કરશે મદદ
- નારિયેળ તેલ અને કપૂરના તેલથી ઘટશે ખંજવાળ, દર્દ અને સોજા
શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે થોડા દિવસો બાદ હાથ-પગમાં સોજા, લાલાશ અને દર્દની તકલીફ શરૂ થશે. તેનું કારણ એ છે કે ઠંડી વધવાની સાથે શરીરમાં યોગ્ય રીતે લોહી ફરતું નથી. તેનાથી શરીરમાં સોજા વધવા લાગે છે. જો તમે પણ શિયાળામાં આ સમસ્યાઓનો સામનો કરો છો તો તમે તેનાથી રાહત મેળવી શકો છો. તો જાણી લો 3 અસરકારક ઘરેલૂ નુસખા.
શિયાળામાં આવતા સોજા દૂર કરશે આ ઘરેલૂ ઉપાયો
હળદરથી દૂર થશે સોજા
શિયાળામાં ઠંડીના કારણે થતા સોજાને દૂર કરવા માટે તમે હળદરનો નુસખો અપનાવી શકો છો. તેમાં તમામ ઔષધિ ગુણ છે જે તમને રાહત આપી શકે છે. અડધી ડોલ પાણીમાં હૂંફાળું પાણી લો અને તેમાં 2 ચમચી હળદર મિક્સ કરો. તેમાં થોડી વાર પગ ડુબાડીને રાખો. હાથને પણ તેમાં ડુબાડી શકો છો. થોડી વાર પછી રૂમાલથી શરીરને સાફ કરો અને સોજા વાળા ભાગ પર જૈતૂનનું તેલ લગાવીને માલિશ કરો. તમારી સમસ્યા દૂર થશે.
સિંધવ મીઠાનો કરો ઉપયોગ
ઠંડીમાં હાથ-પગના સોજાને ઘટાડવા માટે સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમે એક ચમચી સરસિયાનું તેલ લો અને તેમાં 1 ચમચી સિંધવ મીઠું મિક્સ કરો એક વાટકી ગરમ પાણીમાં તેને મિક્સ કરો. આ પછી પાણીને સોજાવાળા અંગો પર લગાવો. આ નુસખાથી તમારા સોજા અને દર્દ બંને ઘટશે.
નારિયેળ અને કપૂરના તેલથી થશે ફાયદો
શિયાળામાં થતા સોજા અને ખંજવાળને દૂર કરવા માટે નારિયેળ તેલ અને કપૂરનો ઉપયોગ પણ ફાયદારૂપ માનવામાં આવે છે. તેને યૂઝ કરીને તમે બંનેને મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને પ્રભાવિત જગ્યાએ લગાવો. થોડીવાર તેને એમ જ રહેવા દો. સવારે તમને સોજા, ખંજવાળ, દર્દ જેવી સમસ્યાથી રાહત મળશે.