- વડોદરામાં નોંધાયો સ્વાઈન ફ્લૂનો કેસ
- ઠંડીનું જોર વધતા ફ્લૂના દર્દીઓ વધ્યા
- 48 કલાકમાં ફ્લૂના 11 શંકાસ્પદ દર્દી નોંધાયા
રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કહેર જોવા મળ્યો છે. જેમાં વડોદરા શહેરમાં સ્વાઈન ફ્લૂના 11 શંકાસ્પદ દર્દી નોંધાયા છે. તેથી સ્થાનિક નાગરિકોમાં ફફડાટ જોવા મળ્યો છે. ઠંડીનું જોર વધતા ફ્લૂના દર્દીઓ વધ્યા છે. તેમાં SSGના પીડિયાટ્રિક વિબાગમાં ન્યુમોનિયાના 4 દર્દીઓ દાખલ છે.
છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરમાં કાળો કેર વર્તાયો
48 કલાકમાં ફ્લૂના 11 શંકાસ્પદ દર્દી નોંધાયા છે. સ્વાઈન ફ્લૂ એક એવી બીમારી જેણે છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરમાં કાળો કેર વર્તાયો છે. મોટાભાગના લોકો સ્વાઈન ફ્લૂ શું છે, કઈ રીતે થાય છે, તેના લક્ષણો શું છે એ જ નથી જાણતા. આ એક પ્રકારનો ઘાતક વાયરસ છે જે ધીરે-ધીરે સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો છે. આ એક પ્રકારનો સંક્રામક રોગ છે. આ રોગ એન્ફ્લૂએન્ઝા એ વાયરસને કારણે થાય છે. આ પ્રકારનો વાયરસ મોટાભાગે ભુંડમાં જોવા મળતો હોય છે જેથી આને સ્વાઈન ફ્લૂ કહેવાય છે.
એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ આખરે શું છે ?
એચવનએનવન (H1N1) એક એવો વાયરસ છે જેના કારણે લોકો બીમારીનો ભોગ બને છે. હકીકતમાં આ વાયરસના લક્ષણો એપ્રિલ- 2009માં યુ.એસમાં મળી આવ્યાં હતાં. અન્ય શહેરો જેવા કે, મેક્સિકો અને કેનેડામાં પણ આ વાઈરસના કારણે અસંખ્ય લોકો તાવમાં સપડાયાં હતાં. આ એક વાયરસ છે જેનો ચેપ લાગવાથી તે અત્યત ઝડપી રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશી જાય છે. માર્ચ-2009 ના અંતમાં અને એપ્રિલ માસની શરૂઆતમાં સ્વાઈન ફ્લૂ ઈફ્લુએન્ઝા એ (H1N1) દક્ષિણ કેલિફોર્નિયા અને સેંટ એન્ટોનિયો (ટેક્સાસ)માં પ્રવેશ કર્યો હતો. શરૂઆતી તબક્કામાં એ જાણવું ખુબ જ મુશ્કેલ રહ્યું કે, વ્યક્તિ આ વાયરસનો ભોગ બન્યો છે. બધા એવું જ માનતા આ તો સામાન્ય તાવના લક્ષણો છે પરંતુ જ્યારે આ તાવ લાંબા સમય સુધી તેમના શરીરમાંથી ન નિકળ્યો ત્યારે તેઓને તેની ગંભીરતા સમજાઈ. આ વાયરસે 65 વર્ષથી વધુ વયના લોકોને, પાંચ વર્ષની નીચેની ઉમરના બાળકોને, સગર્ભા સ્ત્રીઓને પોતાના નિશાને લીધા હતા.


