ઓસ્ટ્રેલિયાના સિડનીમાં થયેલા આતંકી હુમલાએ દેશની અંદર તણાવ વધારી દીધો છે. સિડનીની બોન્ડી બીચ પર બનેલી ઘટનામાં બે હુમલાખોરોએ ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ધડાધડ ફાયરિંગ કરીને 16 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ હુમલાખોરની ઓળખ સાજીદ અકરમ અને નવીદ અકરમના નામથી થઇ છે. જે સંબંધમાં બાપ દિકરા છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે હુમલા બાદ સિડનીમાં કબ્રસ્તાનના દરવાજા પર કપાયેલા પશુઓના માથા મળી આવ્યા છે.
ગેટ પર મળ્યા પશુઓના કપાયેલા માથા
મળતી માહિતી પ્રમાણે ન્યૂ સાઉથ વેલ્સના પોલીસે કહ્યુ કે દક્ષિણ પશ્ચિમ સિડનીના નરેલનમાં એક મુસ્લિમ કબ્રસ્તાનના ગેટ પર કપાયેલા ખાસ પ્રાણીઓના માથા અને અન્ય પ્રાણીઓના અલગ અલગ અંગ મળી આવ્યા છે.બોન્ડી બીચ પર ઘટેલી ઘટના બાદ આ ઘટનાને સૌ કોઇએ ચોંકાવી દીધા છે. ધ ગાર્ડિયન રિપોર્ટના અનુસાર પોલીસે જણાવ્યુ કે આ અંગ અને માથાઓને નરેલન પર આવેલા એક કબ્રસ્તાનના ગે પર સવારના 6 કલાકની આસપાસ મૂકી ગયા છે. રિપોર્ટ અનુસાર લેબનાની મુસ્લિમ એસોસિએશને મુસ્લિમ સમુદાયના લોકોને દફનાવવા માટે જગ્યા ઓછી પડતા તેને દૂર કરવા માટે 2008માં સેન્ટ થોમસ એંગ્લિકન ચર્ચના મેદાનમાં કબ્રસ્તાન ખરીદ્યુ હતુ.
મુસ્લિમ સમૂહોએ બોન્ડી બીચ આતંકી હુમલાની નિંદા કરી
મુસ્લિમ સમુદાયની મોટી સંસ્થાઓ અને સામૂદાયિક સમૂહોએ ઓસ્ટ્રેલિયામાં થયેલા આતંકી હુમલાની નિંદા કરતા કહ્યુ કે ઓસ્ટ્રેલિયાઇ મૂલ્યો અને શાંતિપૂર્ણ સહ અસ્તિત્વના સિદ્ધાંતોની સાથે સાથે પૂરી રીતે અસંગત હતા. ટ્વીટર પર એક નિવેદનમાં અહમદિયા મુસ્લિમ એસોસિએશને કહ્યું કે તેઓ આ હુમલામાં નિર્દોષ લોકોના મોતથી આઘાત અને દુઃખી છીએ. તેમણે ઉમેર્યું, આ ઊંડા દુ:ખ અને શોકના સમયમાં અમે અમારા યહૂદી ભાઈઓ અને બહેનો સાથે એકતામાં ઉભા છીએ.


