ઓસ્ટ્રેલિયા સિડનીના બોન્ડી બીચ પર ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ધડાધડ ફાયરિંગ કરીને 16 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. 24 વર્ષના નવીદ અકરમ અને પિતા સાજીદ અકરમે આ કૃત્યને અંજામ આપ્યુ હતુ. અનેક નેતાઓએ આ ઘટનાને વખોડી છે.
એસ જયશંકરે પેની વોંગ સાથે કરી વાત
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે પોતાની ઓસ્ટ્રેલિયાઇ સમકક્ષ પેની વોંગ સાથે વાત કરી અને સિડનીના બોન્ડી બીચ પર થયેલા આતંકી હુમલા પર ભારત તરફથી સંવેદના વ્યક્ત કરી છે. આ હુમલામાં 15 નિર્દોષ વ્યક્તિઓ મોતને ભેટ્યા હતા. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર લખ્યુ કે, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ સાથે વાત કરી. બોન્ડી બીચ પર થયેલા આતંકવાદી હુમલા પર પોતાની ઉંડી સંવેદના વ્યક્ત કરી છે અને પોતાનુ પૂરૂ સમર્થન આપ્યુ છે.આ પહેલા તેમણે રવિવારે લખ્યુ હતુ કે ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર હનુક્કા ઉત્સવ પર થયેલા આતંકી હુમલાની કડી નિંદા કરીએ છીએ. અમારી સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે છે.
પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યુ
તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના પર દુખ વ્યક્ત કર્યુ અને આતંકવાદ વિરુદ્ધ પોતાની પ્રતિબદ્ધતા દોહરાવતા કહ્યુ કે સ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર થયેલા ભયાનક આતંકવાદી હુમલાની અમે સખત નિંદા કરીએ છીએ. આ હુમલામાં હનુક્કાહના યહૂદી તહેવારના પહેલા દિવસની ઉજવણી કરી રહેલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.ભારત વતી, હું એવા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. આ દુઃખની ઘડીમાં અમે ઓસ્ટ્રેલિયાના લોકો સાથે એકતામાં ઉભા છીએ.ભારત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા ધરાવે છે અને આતંકવાદ સામેની લડાઈને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં સમર્થન આપે છે.


