ઓસ્ટ્રેલિયામાં થયેલા ભયાનક આતંકી હુમલાના થોડા કલાકો બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. વીડિયોમાં એક વ્યક્તિ જોવા મળે છે, જે કારની પાછળના ભાગેથી આગળ આવે છે અને બંદૂકધારી હુમલાખોરને પાછળથી પકડી લે છે. તે વ્યક્તિ હુમલાખોર પાસેથી બંદૂક છીનવી લે છે.વીડિયો વાયરલ થતાં જ આ વ્યક્તિને હીરો માનવામાં આવ્યો અને તેનું નામ અહમદ અલ અહમદ તરીકે વ્યાપક રીતે શેર થવા લાગ્યું. સાથે જ એવી માહિતી પણ શેર થઈ, જે બાદમાં હવે ખોટી સાબિત થઈ છે.
વીડિયો સામે આવતા શું કહેવામાં આવ્યુ?
શરૂઆતના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે અહમદ અલ અહમદ (42) ફળ વેચનાર છે.પરંતુ હકીકતમાં તે તમાકુ અને સ્પેશિયલિટી સુવિધા સ્ટોરનો માલિક છે, જે તે 2021થી ચલાવી રહ્યો છે.ખોટી ઓળખ ઝડપથી ફેલાઇ કારણ કે હુમલા બાદ ઓસ્ટ્રેલિયાના લોકો આભાર વ્યક્ત કરવાની રીતો શોધી રહ્યા હતા.આ આતંકી હુમલામાં ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
સધરલેન્ડના માલિકનુ શું કહેવુ છે?
આ દરમિયાન કેટલાક લોકોએ દક્ષિણ સિડનીમાં એક ફળના વેપારીના સમર્થનમાં સંદેશાઓ મોકલ્યા, એમ માનતા કે તે અલ અહમદનો છે. સધરલેન્ડ બેસ્ટ ફ્રેશના માલિકોએ તરત જ આ ભૂલ સુધારવા માટે પગલાં લીધા. સધરલેન્ડ બેસ્ટ ફ્રેશના માલિકોએ ફેસબુક પોસ્ટમાં લખ્યું, બોન્ડીમાં થયેલી આ દુર્ઘટના જોઈને ખૂબ દુઃખ થયું. આ બાબતમાં ગેરસમજ થઈ છે… કે આ મહાન ઓસ્ટ્રેલિયન હીરોની ફળોની દુકાન ક્યાં છે. અમને નથી ખબર કે અહમદ કોણ છે કે તેની ફળની દુકાન ક્યાં છે. અમે આ હીરોને અભિનંદન પાઠવીએ છીએ અને તેની ઝડપથી સાજા થવાની કામના કરીએ છીએ. અસરગ્રસ્ત તમામ લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.
અલ અહમદને વાગી છે ગોળી
હાલમાં અલ અહમદનું હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, કારણ કે આતંકી સાથે અથડામણ દરમિયાન તેને બે ગોળીઓ વાગી હતી.અહમદ અલ અહમદે જે પ્રકારની બહાદુરી બતાવી છે, તે પરથી સ્પષ્ટ થાય છે કે તેણે ઘણા લોકોના જીવ બચાવ્યા. જે આ હુમલાનો શિકાર બની શકતા હતા.
આ પણ વાંચોઃ ઇમરાન ખાનની આઝાદી કે પછી મોત? કેમ પાકિસ્તાનમાં ગૂંજી રહ્યો છે હકીકીનો નારો?


