- ચા, કોફી, કેલ્શિયમ અને ફાઈબરનું સેવન ટાળો
- આખા અનાજ, બીન્સ, લીલા શાક, બ્રોકલીનું સેવન વધારો
- પુરુષો કરતા મહિલાઓમાં એનિમિયાની તકલીફ વધારે રહે છે
શરીરને માટે પોષક તત્વો જરૂરી હોય છે અને તેની ખામી થવાથી શરીરમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે. પોષક તત્વોની વાત કરીએ તો તેમાંનું એક અને ખાસ તત્વ આયર્ન છે. તે આખા શરીરમાં ઓક્સીજન પહોંચાડવાનું કામ કરે છે. આયર્ન હીમોગ્લોબિનો એક મહત્ત્વનો સોર્સ છે. તેની ખામી થતાં શરીરમાં લાલ રક્ત કોશિકાઓ બનતી નથી. તેના કારણે આયર્નની ખામી રહે છે. આ ખામી એનિમિયાની બીમારીનું રૂપ ધારણ કરે છે. પુરુષોની તુલનામાં મહિલાઓમાં આ સમસ્યા વધે છે. તેની ખામીથી શરીરમાં શું સંકેત મળે છે અને તેને કેવી રીતે પૂરા કરી શકાય છે તે જાણી લેવું જરૂરી છે.
શું હોય છે આયર્નની ખામી
આયર્નની ખામીથી દુનિયામાં અનેક લોકો પરેશાન છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિ આ બીમારીનો શિકાર બની શકે છે. ખાસ કરીને બાળકો, પ્રેગનન્ટ મહિલાઓ અને પીરીયડ્સમાં અનિયમિતતાના કારણે અને કિડની ડાયાલિસિસ કરાવનારા દર્દીમાં શરીરમાં તેની ખામી થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે શરીર આયર્ન પોતે બનાવતું નથી. તેની ખામી પૂરી કરવા ડાયટમાં કેટલીક હેલ્ધી ચીજોની જરૂર રહે છે. એવામાં ખરાબ ખાન પાનના કારણે પણ લોકો આયર્નની ખામીનો શિકાર બને છે.
આ કારણોથી રહે છે આયર્નની ખામી
આયર્નની ખામી 3 કારણોના લીધે થાય છે. જમવામાં આયર્ન યુક્ત પદાર્થને સામેલ ન કરવા. આયર્ન એબ્ઝોર્બ કરવામાં મુશ્કેલી આવવી. વગેરે કારણોના લીધે શરીરમાં આયર્નનું પ્રમાણ ઘટે છે.
કયા લક્ષણો દેખાય તો ચેતી જવાની જરૂર છે
નબળાઈ આવવી, થાક લાગવો, સ્કીન પીળી પડવી, શ્વાસ લેવામાં મુશ્કેલી આવવી, બેભાન થવું, માથું દુઃખવું, હાર્ટ રેટ વધવી, હાથ-પગ ઠંડા પડી જવા, વાળ ખરવા, હોઠ ફાટવા, ગળામાં ખરાશ થવી અનને જીભ પર સોજા જેવો અનુભવ થવો.
કયા ફૂડ્સથી ખામી થશે પૂરી
આયર્નની ખામી પૂરી કરવા માટે તમે ડાયટમાં સી ફૂડ્સ, આખું અનાજ, બીજ, બીન્સ, લીલા પાનના શાક, વટાણા, બ્રોકલી, બ્રેસલ્સ સ્પ્રાઉટ્સને સામેલ કરી શકાય છે.
શું ન ખાવું
આ સિવાય તમે આયર્નની ખામી પૂરી થવા માટે કેટલાક ફૂડ્સનું સેવન ટાળો. ચા, કોફી, નશાયુક્ત પદાર્થોનું સેવન ટાળો. તેમાં કેલ્શિયમ અને ફાઈબર વધારે હોય છે.