સંજય લખાણી, કૃષ્ણદત રાવલે કરી જિલ્લા ચુંટણી અધિકારી-કલેક્ટરને કરેલી અરજીનો હજુ સુધી કોઇ નિકાલ નહીં
લોકસભાની ચુંટણી દરમિયાન શહેરના કાલાવડ રોડ સ્થિત, BAPS સ્વામિનારાયણ મંદિરના સત્સંગ હોલમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પાર્ટીના પ્રચાર-પ્રસાર અર્થે એક બેઠક યોજી હતી. જે અનઅધિકૃત અને ચુનાવના નીતિ નિયમો વિરુધ્ધ હોય આ બાબતે સંજય લાખાણી અને કૃષ્ણદત રાવલે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર રાજકોટને અરજી કરી હતી. આ બાબતે યોગ્ય પગલા લેવામાં આવે અને સંસ્થાનો ગેર ઉપયોગ કરવા માટે કાર્યવાહી કરવા માંગ કરી હતી. જેના પગલે ગાંધીનગર મુખ્ય નિર્વાચન અધિકારીને અપીલ-રીવીઝન અરજી 25-5-2024ના રોજ કરાઇ હતી. જેના સંદર્ભે અરજદારની અરજી કલેકટરના અહેવાલને ટાંકીને મુખ્ય નિર્વાચન અધિકારીને 14-6-2024ના રોજ કલેક્ટરને ધ રીલીઝીયન્સ્ ઇન્સ્ટિટ્યૂશન (પ્રિવેન્શન ઓફ મિસયુઝ) એક્ટ 1988ની કલમ 3-5-6-7 હેઠળ કાર્યવાહી કરવાનો હુકમ ફરમાવવામાં આવતા રાજકીય તંત્રમાં હડકંપ મચી ગઇ હતી.
ઉપરોકત હુકમ છતા સ્વામીનારાયણ મંદિર BAPS, કાલાવડ રોડ રાજકોટ વિરુધ્ધ કોઇ પણ કામગીરી ન કરતા અને કલેકટર તંત્રએ ઉપલા સત્તાધીશોના આદેશની ઘોળીને પી ગયા હોય આ કામના મૂળ ફરીયાદી સંજય લાખાણી-કૃષ્ણદત રાવલે કલેકટરને ફરી લેખિત રજૂઆત કરી હતી. સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટ અને તેના મેનેજર વહિવટકર્તા ઘનશ્યામસિંહ ઝાલા, કોઠારી સ્વામી સામે ગુન્હો દાખલ કરવા અરજી કરી છે. આ સાથે ભાજપ કાર્યાલય રાજકોટ શહેરના મંત્રી હરેશ જોશી સામે પણ ગુન્હામાં મદદરૂપ થવા સબબ ગુન્હો નોંધવા પણ અરજી કરવામાં આવી છે.