- ICC T20 વર્લ્ડકપ વેસ્ટઈન્ડિઝ અને યુએસમાં રમાશે
- T20 વર્લ્ડકપમાં ભારત પાસે કેપ્ટનશિપના 2 વિકલ્પો
- T20 વર્લ્ડકપ માટે રોહિત શર્મા એક સારો કેપ્ટન: યુવરાજ
વર્ષ 2024 ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ રોમાંચક રહેવાનું છે. એક તરફ ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ IPL માત્ર 2 મહિના બાદ થવા જઈ રહી છે. બીજી તરફ, ICC T20 વર્લ્ડકપ 2024 પણ આ વર્ષે જૂન મહિનામાં રમાશે. આવી સ્થિતિમાં દુનિયાભરની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. ભારતીય ટીમ પણ ICC ODI વર્લ્ડકપમાં અધૂરું રહી ગયેલું કામ પૂર્ણ કરવાનો પૂરો પ્રયાસ કરશે. T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કોણ કરશે તે મોટો પ્રશ્ન છે.
ભારત પાસે કેપ્ટનશિપના 2 વિકલ્પો
પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે આ સવાલનો જવાબ આપતાં કહ્યું કે T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની કપ્તાની કોને સોંપવી જોઈએ. ભારતીય ટીમ પાસે કેપ્ટન બનાવવા માટે બે વિકલ્પ છે. આમાં પ્રથમ ખેલાડી રોહિત શર્મા છે અને બીજો ખેલાડી હાર્દિક પંડ્યા છે. જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ લઈ હાર્દિક પંડ્યાને કમાન સોંપી છે ત્યારથી ક્રિકેટ વર્તુળોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે રોહિત શર્મા પાસેથી કેપ્ટન્સી છીનવાઈ શકે છે. આ અંગે જ્યારે યુવરાજ સિંહને પૂછવામાં આવ્યું કે તે કેપ્ટન તરીકે કોને જોવા માંગે છે, તો તમે યુવરાજ સિંહે આપેલો જવાબ જાણવો જ પડશે.
યુવરાજ સિંહે કેપ્ટન તરીકે કોની પસંદગી કરી?
યુવરાજ સિંહે કહ્યું કે ભારતીય ટીમને એવા કેપ્ટનની જરૂર છે જે સમય અનુસાર નિર્ણય લેવામાં સક્ષમ હોય. આ ઉપરાંત, જો કોઈ નિર્ણય બેકફાયર થાય છે, તો પણ તમારી પાસે પરિસ્થિતિને નિયંત્રિત કરવાની ક્ષમતા છે. તેણે વધુમાં કહ્યું કે રોહિત શર્મા એક સારો કેપ્ટન છે. આના ઘણા પુરાવા છે. રોહિતે મુંબઈ ઈન્ડિયન્સ માટે 5-5 આઈપીએલ ટ્રોફી જીતી છે. આ સિવાય રોહિતે ભારતીય ટીમને ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પણ પહોંચાડી હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે યુવરાજ સિંહ કહેવા માંગે છે કે T20 વર્લ્ડકપ 2024 માટે પણ રોહિત શર્માને સુકાનીપદ સોંપવામાં આવે. એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે યુવરાજ સિંહ હજુ સુધી હાર્દિક પંડ્યાથી પ્રભાવિત થયો નથી.


