આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) આખરે 25 નવેમ્બરના રોજ T20 વર્લ્ડ કપ 2026 ના શેડ્યૂલની જાહેરાત કરશે. આ મેગા ઇવેન્ટનું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરશે, અને તે આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં થવાનું છે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે. T20 વર્લ્ડ કપ 2026 ના શેડ્યૂલની જાહેરાત ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા, શ્રીલંકાના એન્જેલો મેથ્યુઝ, ICC મહિલા વર્લ્ડ કપ 2025 વિજેતા ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને ભારતના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવની હાજરીમાં કરવામાં આવશે.


