ICC T20 વર્લ્ડકપ 2026 માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે અક્ષર પટેલને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આ 15 સભ્યોની ટીમમાં ઘણા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ T20 વર્લ્ડકપ 2024 ની વિજેતા ટીમનો ભાગ હતા, પરંતુ 15 સભ્યોની ટીમમાં કેટલાક એવા નામો પણ સામેલ છે જેઓ પહેલીવાર મેગા ઈવેન્ટ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.


