ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટ્સમેન રોબિન ઉથપ્પાએ કહ્યું કે તેમને લાગે છે કે ઓછામાં ઓછું શુભમન ગિલ 2026 માટે ભારતની T20 વર્લ્ડકપ ટીમનો ભાગ હોવો જોઈએ. તેની યુટ્યુબ ચેનલ પર વાત કરતા રોબિન ઉથપ્પાએ કહ્યું કે, સૌથી ખરાબ પરિસ્થિતિમાં તેમને લાગ્યું કે શુભમન ગિલ વાઈસ-કેપ્ટન પદ ગુમાવી શકે છે પરંતુ તેમ છતાં તે ટીમમાં સ્થાન મેળવશે.
‘ટીમમાં સ્થાન મળી શક્યું હોત’: રોબિન ઉથપ્પા
રોબિન ઉથપ્પાએ કહ્યું કે “ભારતીય ક્રિકેટ એક વિચિત્ર જગ્યા છે. તમને લાગે છે કે વસ્તુઓ અનુમાનિત છે. આ એક મહાન ટીમ છે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ ચોક્કસપણે હાર્ટબ્રેક છે. મને તેમની સાથે સહાનુભૂતિ છે. તમને શુભમન ગિલ માટે ખરાબ લાગવું જોઈએ. તે ટેસ્ટ અને ODI બંને ટીમોનો કેપ્ટન છે. સૌથી ખરાબ પરિસ્થિતિમાં મેં વિચાર્યું હતું કે કોઈ બીજાને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવી શકે છે, પરંતુ તેને ટીમમાં સ્થાન મળશે. કદાચ પ્લેઈંગ ઈલેવનમાં નહીં, પરંતુ તેને ત્રીજા ઓપનર તરીકે સ્થાન મળશે.”
સિલેક્ટર્સ હેરાન કરનારો નિર્ણય
T20 વર્લ્ડકપ 2026 માટે ભારતની ટીમની જાહેરાત શનિવાર 20 ડિસેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી. સિલેક્ટર્સ દ્વારા લેવામાં આવેલા બે સૌથી આશ્ચર્યજનક નિર્ણયોમાં શુભમન ગિલ અને વિકેટકીપર-બેટ્સમેન જીતેશ શર્માને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. શુભમન ગિલને એક વર્ષ પછી ભારતની T20 ટીમમાં પાછો લાવવામાં આવ્યો હતો અને તેને વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.
શુભમન ગિલ આ તકનો લાભ લેવામાં નિષ્ફળ ગયો અને તેનું પ્રદર્શન ખરાબ રહ્યું. તેની વાપસી પછી તેને 15 મેચ રમી છે, જેમાં 24.25ની એવરેજથી 291 રન બનાવ્યા છે. તેને આખા વર્ષમાં 1 પણ ફિફ્ટી ફટકારી નથી.
સંજુ સેમસનને મળી તક
શુભમન ગિલની ટીમમાં વાપસીનો અર્થ એ થયો કે સંજુ સેમસનને તેની શરૂઆતની જગ્યા ગુમાવવી પડી. વિકેટકીપર-બેટ્સમેનએ 3 સદી ફટકારી અને અભિષેક શર્મા સાથે મળીને ભારતને ઘણી સારી શરૂઆત અપાવી. હવે સેમસન ફરીથી ઈનિંગની શરૂઆત કરે તેવી અપેક્ષા છે. શુભમન ગિલનું ધ્યાન આગામી IPLમાં ગુજરાત ટાઈટન્સ માટે સારું પ્રદર્શન કરવા પર રહેશે, જેથી તે ટૂંકા ફોર્મેટમાં ઈન્ટરનેશનલ મેચ રમી શકે.
આ પણ વાંચો: WPL 2026 પહેલા મોટા સમાચાર, દિલ્હી કેપિટલ્સની કેપ્ટન બની આ સ્ટાર ખેલાડી


