T20 વર્લ્ડકપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલ છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતની T20 ટીમનો મુખ્ય સભ્ય રહ્યો છે અને વાઈસ-કેપ્ટન તરીકે સેવા આપી રહ્યો છે. પરંતુ જ્યારે T20 વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે શુભમન ગિલનું નામ સામેલ કરવામાં આવ્યું ન હતું.
શુભમન ગિલનું તાજેતરનું પ્રદર્શન ખરાબ રહ્યું છે અને આ જ કારણ છે કે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય સિલેક્ટર અજિત અગરકરે શુભમન ગિલની બાદબાકી પાછળનું સાચું કારણ જાહેર કર્યું છે.
શુભમન ગિલ ટીમ ઈન્ડિયામાંથી કેમ બહાર થયો?
ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ દરમિયાન કેપ્ટન સૂર્યકુમાર યાદવે શુભમન ગિલની બાદબાકી પાછળનું જાહેર કરી. તેમને કહ્યું કે ટીમને ટોપ ઓર્ડરમાં વિકેટકીપરની જરૂર હતી. તેથી જ ગિલની જગ્યાએ ઈશાન કિશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
તેમને કહ્યું કે “તે ફોર્મ કે અન્ય કોઈ બાબત વિશે નથી; તે ફક્ત કોમ્બિનેશનની વાત છે. અમને ટોપ ઓર્ડરમાં કીપર અને નીચલા ઓર્ડરમાં રિંકુ સિંહ અથવા વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓની જરૂર હતી. આ ફોર્મેટમાં સારી શરૂઆત ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે પાવરપ્લેમાં જીતવા માગીએ છીએ અને અમે તે કેવી રીતે કરવું તે શોધી કાઢ્યું. અમે તે કોમ્બિનેશન સાથે આગળ વધવાનું નક્કી કર્યું.”
ગિલને બહાર રાખવા પર અજિત અગરકરે શું કહ્યું?
સૂર્યકુમાર યાદવની જેમ અજિત અગરકરે પણ શુભમન ગિલની ગેરહાજરીનું કારણ કોમ્બિનેશન ગણાવ્યું. તેમને એમ પણ કહ્યું કે ગિલ પહેલા અક્ષર પટેલ વાઈસ-કેપ્ટન હતો અને તેથી જ તેને ફરીથી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને કહ્યું કે “તમારા અલગ અલગ મંતવ્યો હોઈ શકે છે. ક્યારેક ખેલાડીઓ પસંદ કરવાનું મુશ્કેલ હોય છે. મને લાગે છે કે તે એક ગુણવત્તાયુક્ત ખેલાડી છે. ફોર્મમાં વધઘટ થાય છે, પરંતુ તમારે કયા કોમ્બિનેશનને રમવાનું છે તે નક્કી કરવું મહત્વપૂર્ણ છે. કોઈને બહાર રાખવું પડ્યું હતું અને તે એટલા માટે નથી કારણ કે તે સારો ખેલાડી નથી.”
અજિત અગરકરે વધુમાં કહ્યું કે “ભારતીય ક્રિકેટ પાસે ઘણા બધા વિકલ્પો છે. શુભમન ગિલ વાઈસ-કેપ્ટન હતો અને તે હવે ટીમમાં નથી. મેચો ચાલી રહી હતી ત્યારે અક્ષર પટેલ T20 વાઈસ-કેપ્ટન હતો. તમે કોમ્બિનેશન જુઓ અને જો તમારો કીપર ટોપ પર હોય, તો તમને બીજો કીપર જોઈએ છે જે ટોપ પર રમે. જીતેશ શર્મા ટીમમાં હતો અને શુભમન ગિલ એક મહાન ખેલાડી છે. પરંતુ તેને બહાર રાખવો પડશે. કોમ્બિનેશન સૌથી મહત્વપૂર્ણ છે. રિંકુ લોઅર મિડલ ઓર્ડરના વિકલ્પ તરીકે ટીમમાં આવ્યો છે.”
આ પણ વાંચો: T20 World Cup 2026: અજિત અગરકરે લીધા મોટા નિર્ણયો, ટીમ ઈન્ડિયાની બદલી તસવીર!


