- 1993 સીરિયલ બ્લાસ્ટ મામલે ટાડા કોર્ટનો નિર્ણય
- આતંકી અબ્દુલ કરીમ ટુંડા નિર્દોષ જાહેર
- અન્ય બે આરોપીને આજીવન જેલની સજા સંભળાવી
1993 સીરિયલ બ્લાસ્ટ મામલે અજમેરની ટાડા કોર્ટે નિર્ણય મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. આતંકી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કરાયો છે. જ્યારે અન્ય બે આરોપીઓ ઇરફાન અને હમીદુદ્દીનને આજીવન જેલની સજા સંભળાવી છે.
2013માં થઇ હતી ધરપકડ
સીબીઆઈએ ટુંડાને આ વિસ્ફોટોનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો હતો અને તેની 2013માં નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી હતી. ટુંડા વિરુદ્ધ દેશમાં વિવિધ સ્થળોએ આતંકવાદના કેસ ચાલી રહ્યા છે. ટુંડાએ કથિત રીતે યુવાનોને ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે તાલીમ આપી હતી. પાકિસ્તાની નાગરિક જુનૈદ સાથે મળીને તેણે કથિત રીતે 1998માં ગણેશ ઉત્સવ દરમિયાન આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી હતી.
કોણ છે અબ્દુલ કરીમ ટુંડા ?
અબ્દુલ કરીમ ટુંડા મુંબઇ બ્લાસ્ટ ષડયંત્રમાં સામેલ થયા પહેલા જાલીસ અંસારી સાથે મળીને મુંબઇમાં મુસ્લિમ સમુદાય માટે કામ કરવાના ઉદ્દેશ્ય સાથે એક સંસ્થા સાથે તંજીમ ઇસ્લાહ ઉલ મુસ્લિમીનની સ્થાપના કરી. મધ્ય દિલ્હીના દરિયાગંજમાં છત્તા લાલ મિયાં વિસ્તારમાં એક ગરીબ પરિવારમાં તેનો જન્મ થયો. તેનુ પૈતૃક ગામ ગાઝિયાબાદનું પિલખુઆ છે. તેણે આ ગામના બજારમાં કારપેઇન્ટર તરીકે કામ શરૂ કર્યુ હતું.


