ચીને તાઇવાન પર ગુઆંગઝોઉ શહેરમાં એક મોટા સાઇબર હુમલાનો આરોપ લગાવ્યો છે. ચીની અધિકારીઓએ દાવો કર્યો છે કે, તાઇવાનનો સત્તારુઢ પક્ષ DPPનું સમર્થન કરી રહેલા હેકર્સે આ હુમલો કર્યો છે. આ સાઇબર હુમલા બાદ બન્ને દેશમાં તણાવ વધ્યો છે. હવે આ મામલે તાઇવાનની પ્રતિક્રિયાની રાહ જોવામાં આવી રહી છે. હમણા સુધી તાઇવાને આ અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી. અને ચીન વિરોધના સુર ઉઠાવી રહ્યુ છે.
ચીન પર સાઇબર હુમલો
ચીને અમેરિકાથી લઇને ભારત જેવા શક્તિશાળી દેશને પરેશાન કર્યુ છે. પરંતુ આ વખતે તાઇવાન જેવા નાના દેશે ચીન પર એવો હુમલો કર્યો છે કે જેના કારણે ચીનમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. એક નિવેદન દરમિયાન ચીને ગુઆંગઝોઉ શહેરમાં થયેલા સાઇબર હુમલા માટે તાઇવાનને જવાબદાર ઠેરવ્યુ છે. ગુઆંગડોન્ગ પ્રાંતની રાજધાનીમાં અધિકારીઓએ શરુઆતી તપાસમાં તાઇવાન પર આરોપ લગાવ્યો છે અને જણાવ્યુ છે કે, તાઇવાન ડેમોક્રેટિક પ્રોગ્રોસિવ પાર્ટી એટલે કે DPPનું સમર્થન છે. DPP તાઇવાનમાં સત્તારુઢ પાર્ટી છે. ચીને સીધો તાઇવાન પર સાઇબર હુમલા અંગેનો આરોપ લગાવ્યો છે.
શું છે ચીન-તાઇવાન વિવાદ ?
ચીન અને તાઇવાનનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. અને ચર્ચાના વિષય માટે એક કેન્દ્ર બિન્દુ છે. ચીન તાઇવાનને પોતાને એક ભાગ માને છે. પરંતુ તાઇવાન પોતાને એક અલગ રાષ્ટ્ર ગણે છે. તાઇવાને હાલના વર્ષોમાં ચીનથી અલગ થવા માટે ઘણા આંદોલનો અને અભિયાન ચલાવ્યા હતા. તો આ તરફ, ચીનની સરહદ પર જઇને તાઇવાને યુદ્ધ અભ્યાસ પણ કર્યો હતો. આમ તો તાઇવાન દ્વિપને ચીન નિયંત્રિત કરે છે. અને પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના તેને પોતાના ક્ષેત્રનો ભાગ તરીકે દર્શાવે છે. પરંતુ અમેરિકા જેવા દેશ તાઇવાનને ચીન વિરુદ્ધ આર્થિક અને સૈન્ય મદદ કરે છે.
તાઇવાને શું આપી પ્રતિક્રિયા ?
તાઇવાન પર હેકર્સને મદદ કરવાનો આરોપ ચીને લગાવ્યો છે તો આ તરફ, તાઇવાન કોઇ પ્રતિક્રિયા આપે તે માટે મેઇનલેન્ડ અફેર્સ કાઉન્સિલે તેને વિનંતી કરી છે. પરંતુ હજુ સુધી તાઇવાને આ મામલે કોઇ જવાબ નથી આપ્યો. તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ તેએ ગયા વર્ષે જ સત્તા સંભાળી છે. અને તેઓ ચીન પર આક્રમણના મૂડમાં જ જોવા મળે છે. જે બાદ ચીન અને તાઇવાન વચ્ચે પરિસ્થિતિ વણસી છે. જ્યાં અમેરિકા ચીનની વિરુદ્ધમાં છે. તો ભારત આ મામલે ટીપ્પણી અને પ્રતિક્રિયાઓ આપવાથી પોતાનો બચાવી રહ્યુ છે.