ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા લોએસ્ટ લીમ્બો સ્કેટિંગ કરતી અમદાવાદની છ વર્ષની તક્ષ્વી વાઘાણી
16 સેમી. હાઈટ નીચે 25 મીટર લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કરી ગિનિસ બુક ઓફમાં સ્થાન મેળવવા માટે સબમીટ કરશે
વિશ્વ મહિલા દિવસની ઉજવણી હજુ ચાલુ છે ત્યાં જ નારી શક્તિ ની તાકાત નો પરિચય આપતા અમદાવાદની છ વર્ષની દીકરીએ લીંબો સ્કેટિંગમાં અદભુત પર્ફોર્મન્સ આપ્યું છે આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધીને પોતાનું નામ કમાઈ રહી છે ત્યારે આ નાનકડી તક્ષ્વી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે પ્રયત્નશીલ છે. તક્ષ્વી હર્નિલ વાઘાણી 6 વર્ષની છે, જેણે આજે લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કરી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
તક્ષ્વી 4 વર્ષની હતી ત્યારથી સ્કેટિંગનો શોખ ધરાવે છે પરંતુ આ શોખ તેનું પેશન બની ગયો છે. સામાન્ય રીતે લિમ્બો સ્કેટિંગ અઘરું હોય છે.જમીન થી ઘણું ઓછું અંતર રાખીને આ સ્કેટિંગ કરવામાં આવે છે.અત્યાર સુધીમાં લિમ્બો સ્કેટિંગ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં તેણીએ સ્થાન મેળવ્યું છે. જેમાં એસયુવી કાર નીચે લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યું હતું.હવે તેણી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મેળવવા પ્રયાસ કરી રહી છે.
તાજેતરમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર તક્ષ્વી હર્નિલ વાઘાણીએ 16 સેમી. હાઈટ નીચે 25 મીટર લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યું અને ગિનિસ બુક ઓફમાં સ્થાન મેળવવા માટે સબમીટ કરશે. 6 વર્ષની તક્ષ્વી હર્નિલ વાઘાણી મહેનત કરીને તેનો ગોલ પૂર્ણ કરી રહી છે. લોએસ્ટ હાઈટ પર બાર્સ સેટ કરવામાં આવ્યા હતા. જમીનથી 16 સેમી. લેવલ પર બાર્સ રાખવામાં આવ્યા હતા અને 25 મીટરમાં 26 બાર્સ રાખવામાં આવ્યા હતા. જે તક્ષ્વીએ પર્મફોર્મ કર્યું છે.
કહેવાય છે ને કે કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો તેને સાર્થક કરતા આ નાનકડી દીકરીએ પ્રેક્ટિસ કરી પોતાની જાતને વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરી હતી. આ રેકોર્ડ પોતાના નામે કરવા ખૂબ જ ઓછી હાઈટ પર બાર્સ રાખીને લીમ્બો સ્કેટિંગ કર્યું હતું. જેમાં ઉપસ્થિત લોકોએ તેને વધાવી લીધી હતી.