પંચમહાલ જિલ્લાના કણજીપુરા ગામના તલાટી-કમ-મંત્રી સામે ગંભીર આક્ષેપો થયા છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. કણજીપાણીનો તલાટી અર્જુન મેઘવાલ ગેરરીતિ આચરતા ઝડપાયો છે. તલાટી અર્જુન મેઘવાલ પર આરોપ છે કે તે ભાગીને લગ્ન કરવા માંગતા યુગલો માટે ખોટી રીતે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર બનાવી આપતો હતો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે તેની ધરપકડ બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
એડવોકેટ મિત્રના ઘરેથી પુરાવા મળ્યા
પોલીસે અર્જુન મેઘવાલની પૂછપરછ અને તપાસના આધારે તેના એક એડવોકેટ મિત્રના ઘરે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી મહત્વના પુરાવા મળી આવ્યા હતા, જે તલાટીના કૌભાંડને સાબિત કરે છે. પોલીસને એડવોકેટના ઘરેથી વર્ષ 2024 અને 2025ના લગ્ન નોંધણીના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દસ્તાવેજો દર્શાવે છે કે તલાટી અર્જુન મેઘવાલ સત્તાનો દુરુપયોગ કરીને ખોટી રીતે લગ્ન નોંધણી કરતો હતો. હાલમાં પોલીસે તમામ દસ્તાવેજો જપ્ત કરીને તલાટી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Surendranagar News : સરકારી જમીન ભાડે આપીને ખિસ્સા ભરતો વન વિભાગનો કર્મચારી, ભરત ખાચર રૂ. 12,000 ભાડું લેતો


