- પાકિસ્તાને લગભગ 20 લાખ અફઘાન શરણાર્થીઓને હાંકી કાઢયા
- આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદાઓ વિરુદ્ધ: તાલિબાન PM
- ખરાબ વર્તનનું પરિણામ ભોગવવા રહો તૈયાર: તાલિબાન
પાકિસ્તાને અફઘાન શરણાર્થીઓને હાંકી કાઢવાના આદેશ આપ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાને લગભગ 20 લાખ અફઘાન શરણાર્થીઓને હાંકી કાઢવાની જાહેરાત કરતાં તાલિબાનના PM મુલ્લા મોહમ્મદ હસન અખુંદે કહ્યું કે આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદાઓ વિરુદ્ધ છે.
લગભગ 20 લાખ અફઘાન શરણાર્થીઓને હાંકી કાઢયા
પાકિસ્તાને લગભગ 20 લાખ અફઘાન શરણાર્થીઓને હાંકી કાઢવાની જાહેરાત કરતા તાલિબાનના PM મુલ્લા મોહમ્મદ હસન અખુંદે પાકિસ્તાનને અપીલ કરી કે અફઘાન લોકોને દેશમાંથી હાંકી કાઢવા ન જોઇએ. અફઘાન લોકોને હેરાન ન કરો અને તેમને પૂરતો સમય આપો જેથી તેઓ સન્માનપૂર્વક પાછા ફરી શકે. જો અફઘાનોનો એકમાત્ર હેતુ બિનદસ્તાવેજીકૃત સ્થળાંતર કરનારાઓને હાંકી કાઢવાનો છે, તો શા માટે તેઓ શરણાર્થીઓને અપમાનિત કરી રહ્યા છે, તેમની સંપત્તિ ચોરી રહ્યા છે અને તેમના ઘરોને નષ્ટ કરી રહ્યા છે?
ખરાબ વર્તનનું પરિણામો ભોગવવું પડશે: તાલિબાન
તાલિબાને પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, અફઘાન શરણાર્થીઓ સાથેના ખરાબ વર્તનના વધુ પરિણામો ભોગવવા પડશે. તેણે પાકિસ્તાન પર ભાર મૂક્યો, તમે પાડોશી છો, તમારે ભવિષ્ય વિશે વિચારવું જોઈએ. અગાઉ, યુએસ રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યું હતું કે વોશિંગ્ટન બધા દેશોને શરણાર્થીઓ અને આશ્રય શોધનારાઓની મદદ કરવા માટે ગમે તે કરી શકે તે જોવા માંગે છે.યુએન સેક્રેટરી જનરલના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું હતું કે, UN પાકિસ્તાનને અપીલ કરી રહ્યું છે કે, તે દેશમાં સલામતી ઇચ્છતા તમામ સંવેદનશીલ અફઘાનનું રક્ષણ કરવાનું ચાલુ રાખે.
1 નવેમ્બરના રોજ સમયમર્યાદા સમાપ્ત
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની રખેવાળ સરકારે અફઘાન શરણાર્થીઓ માટે દેશ છોડવાની અંતિમ તારીખ 31 ઓક્ટોબર જાહેર કરી હતી. અને લગભગ 2 મિલિયન અફઘાન શરણાર્થીઓને પાકિસ્તાન છોડવા માટે કહેવામાં આવ્યું હતું કારણ કે નવેમ્બર 1 ના રોજ સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ છે, અન્યથા તેઓને બળજબરીથી દેશનિકાલનો સામનો કરવો પડશે. જો કે, ટોલો ન્યૂઝના જણાવ્યા અનુસાર, આ નિર્ણયની વૈશ્વિક ટીકા થઈ હતી અને અનેક માનવાધિકાર સંગઠનોએ ઈસ્લામાબાદને આયોજિત કાર્યવાહીને પાછી ખેંચવા હાકલ કરી હતી. વધુમાં, ઘણા અફઘાન શરણાર્થીઓએ દેશનિકાલ વખતે પાકિસ્તાની પોલીસ દ્વારા ખરાબ વર્તનની ફરિયાદ કરી હતી.


