- 27 જેટલા અધિકારીઓને બદલીના આદેશ કરાયા
- શિક્ષણ વિભાગે 27 અધિકારીઓની કરી બદલી
- તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-2 માં બદલી
રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલાં બદલીનો દોર શરૂ થયો છે. જેમાં એક પછી એક વિવિધ વિભાગોમાં બદલી સામે આવી રહી છે. આ વચ્ચે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-2 સંવર્ગના 27 જેટલા અધિકારીઓને શિક્ષણ વિભાગે બદલીના આદેશ કર્યા છે.
હાલમાં બદલી અને બઢતીના આદેશ રાજ્ય સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી પહેલાં આપવામાં આવી રહ્યા છે. આ વચ્ચે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-2 સંવર્ગના અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. 27 જેટલા અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે.

આ અગાઉ ગુજરાત પોલીસતંત્રમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા. ઇલેક્શન કમિશનના આદેશના પગલે રેવન્યુ અને પોલીસ તંત્રએ કવાયત શરૂ કરી છે. હાલમાં રાજ્ય સરકારે ખાતાકીય પરીક્ષા પાસ કરનાર 523 એએસઆઈને પીએસઆઈ તરીકે પ્રમોશન આપ્યું છે. પીએસઆઈ તરીકે પ્રમોશન મેળવનાર કર્મચારીઓને હાલ પોસ્ટિંગ પણ આપી દેવામાં આવ્યું છે.




