- તમિલનાડુના ડિંડીગુલ ટ્રેનિંગ સેન્ટરમાં એરફોર્સની ટ્રેનિંગ દરમિયાન મોટી દુર્ઘટના
- વિમાન દુર્ઘટનામાં બે પાયલોટના જીવ ગયા
- ભારતીય વાયુસેનાના બે પાઇલોટ માર્યા ગયા
તેલંગાણાના ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીમાં તાલીમ દરમિયાન 8:55 કલાકે તેમના Pilatus તાલીમ વિમાન ક્રેશ થતાં ભારતીય વાયુસેનાના બે પાઇલોટ માર્યા ગયા હતા. પાઇલટ્સમાં એક પ્રશિક્ષક અને એક કેડેટનો સમાવેશ થતો હતો.
કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ
ભારતીય વાયુસેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, AFA હૈદરાબાદથી નિયમિત તાલીમ ઉડાન દરમિયાન આજે સવારે એક Pilatus PC 7 MK II વિમાન ક્રેશ થયું હતું. તે ખૂબ જ અફસોસ સાથે છે કે ભારતીય વાયુસેના એ પુષ્ટિ કરે છે કે વિમાનમાં સવાર બંને પાઇલટ્સના મોત થયા છે. આ ઘટના અંગે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ કરવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈપણ નાગરિક જીવન અથવા સંપત્તિને કોઈ નુકસાન થયું નથી. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
એરફોર્સનું ટ્રેઇની પ્લેન ક્રેશ થયું
તેલંગાણામાં સોમવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એરફોર્સનું ટ્રેઇની પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી ગઈ હતી. ઘટના સ્થળેથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે દુર્ઘટના બાદ પ્લેન ખરાબ રીતે સળગી ગયું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બે પાયલટોમાંથી એક પ્રશિક્ષક હતો જ્યારે બીજો એરફોર્સ કેડેટ હતો. Pilatus PC7 Mk 2 એરક્રાફ્ટ સવારે વાયુસેના એકેડેમીથી નિયમિત તાલીમ માટે રવાના થયું હતું, પરંતુ રસ્તામાં તે અકસ્માતનો ભોગ બન્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે વિમાનમાં સવાર બંને પાઈલટનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમના સિવાય અન્ય કોઈએ જીવ ગુમાવ્યો નથી કે જમીનને કોઈ નુકસાન થયું નથી.


