ઘણી વખત જોશમાં જોરદાર બેટિંગ કરતી વખતે બેટ્સમેનના બેટ તૂટી જાય છે. 9 જૂનના રોજ TNPLમાં રમવામાં આવેલી મેચમાં કંઈક એવું જ થયું. જ્યાં 24 વર્ષના એક સલામી બેટ્સમેનનું બેટ તૂટીને બે ભાગમાં વહેંચાઈ ગયું, આ પછી પણ તેણે બોલ પર પોતાની કમાન જાળવી રાખી. પરિણામ એ આવ્યું કે તેણે સૌથી વધુ રન બનાવ્યા જ સાથે ટીમની જીતનો 100 ટકા રેકોર્ડ TNPLની હાલની સિઝનમાં જળવાઈ રહ્યો.
24 વર્ષના બેટ્સમેને બનાવ્યા સૌથી વધુ રન
9 જૂનના રોજ ચેપોક સુપર ગિલીઝ અને નેલ્લાઈ રોયલ કિંગ્સ વચ્ચે કમાયેલી મેચમાં ચેપોક સુપર ગિલીઝે પહેલા બેટિંગ કરતી વખતે 20 ઓવરમાં 7 વિકેટ પર 212 રન બનાવ્યા. ચેપોક તરફથી સૌથી વધુ રન 24 વર્ષના ઓપનર આશિકે બનાવ્યા. તેમણે 38 બોલમાં 142થી વધુની રનરેટથી 54 રન બનાવ્યા. 54 રનના સ્કોર સાથે આશિક તેની ટીમનો ટોપ સ્કોરર રહ્યો.
18 રને બેટના થયા બે ટુકડા
પોતાની તાબડતોબ ઈનિંગ દરમિયાન આશિક 18 રને રમી રહ્યા હતા. ત્યારે જ તેનુ બેટ વચ્ચેતી તૂટી ગયું. તેના બે ટુકડા થઈ ગયા. આ બેટ તૂટવાનો વીડિયો સોશિયલ મિડીયા પર વાયરલ થઈ રહ્યો છે.
જો કે આ બેટ તૂટવાની સાથે તેના હાથમાં નવુ બેટ ચોક્કસથી આવ્યો પણ તેનો રમવાનો અંદાઝ એ જ રહ્યો.