ટંકારાના નેકનામ ગામે પેટ્રોલ પંપના માલીકે પેટ્રોલપંપના સંચાલકો પાસે પંપno હિસાબ માંગતા અલગ અલગ સાત શખ્સો દ્વારા અવારનવાર પંપના માલિકોને ગાળો આપી ગર્ભિત ધમકીઓ આપવામાં આવી રહી હોય જે સમગ્ર બનાવ બાબતે પંપના માલીક દ્વારા સાતેય આરોપીઓ સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મૂળ ટંકારા તાલુકાના નેકનામ ગામના રહેવાસી હાલ રાજકોટ શ્રોફ રોડ ઓમ એપાર્ટમેન્ટમાં રહેતા અજીતસિંહ નાનભા ઝાલા ઉવ.૬૮ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી ધર્મેંન્દ્રસિંહ ઉફ્રે ટેપો જસુભા ઝાલા, ધનશ્યામસિંહ ભીખુભા ઝાલા, વિક્રમસિંહ ઉર્ફે ટીનો જસુભા ઝાલા, જીતેન્દ્રસિંહ ઉર્ફે લાલો જસુભા ઝાલા, પરાક્રમસિંહ ઉર્ફે કાનો ઘનશ્યામસિંહ ઝાલા, અભીરાજસિંહ યુવરાજસિંહ ઝાલા, સહદેવસિંહ જયરાજસિંહ ઝાલા રહે.બધા નેકનામ તા.ટંકારા જી.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આજથી એકાદ વર્ષ પહેલા ટંકારાના નેકનામ ગામે આવેલ પેટ્રોલ પંપના માલીક અજીતસિંહ નાનભા ઝાલા તથા અન્ય ભાગીદાર દ્વારા આ પેટ્રોલ પંપનું સંચાલન કરતા આરોપી પરાક્રમસિંહ ઉર્ફે કાનો ઘનશ્યામસિંહ ઝાલા તથા સહદેવસિંહ જયરાજસિંહ ઝાલા હિસાબના પૈસા માંગતા જે બાબતે આઇઓપી પંપ સંચાલકોને સારું નહિ લાગતા ઉપરોક્ત સાત પૈકી પાંચ આરોપીઓએ પેટ્રોલ પંપ માલીકને વારાફરતી આવી અવારનવાર ગાળો આપી પંપ બંધ કરવાની ધમકીઓ આપતા હતા. જયારે આરોપી અભીરાજસિંહ યુવરાજસિંહ ઝાલા અને સહદેવસિંહ જયરાજસિંહ ઝાલાએ પંપના માલિકો પેટ્રોલ પંપથી ટંકારા આવતા હતા ત્યારે રસ્તામાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ત્યારે સમગ્ર બનાવમાં આજ દિન સુધી ઘરમેળે સમાધાનની વાત ચાલતી હોય પરંતુ સનધાન ન થતા આખરે પંપના માલિક દ્વારા સાતેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ ટંકારા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.